BMCએ CZAને એવિયરીના લેઆઉટ માટે મંજૂરી માંગતી દરખાસ્ત મોકલી છે.

મુંબઈના મુલુંડ વિસ્તારમાં 17,150 ચોરસ મીટરમાં ફેલાયેલા એક વિશાળ પક્ષી ઉદ્યાનનું હવે લેઆઉટ તૈયાર થઈ ગયુ છે. લેઆઉટ પ્લાન મુજબ આ થીમ એવિયરીમાં અલગ-અલગ ઝોન હશે, જેમ કે ઇન્ટરપ્રિટેશન સેન્ટર, કિડ્સ ઝોન, ઓસ્ટ્રેલિયા ઝોન, આફ્રિકા ઝોન અને અમેરિકા ઝોન. વધુમાં આ એવિયરી એક રમતના મેદાન સાથે જોડાશે જેમાં બાસ્કેટબોલ કોર્ટ, જોગિંગ ટ્રેક, વોલીબોલ કોર્ટ અને ટેનિસ કોર્ટ તેમજ ઓપન જિમ હશે.

પક્ષીઓના પ્રકાર
પક્ષીસંગ્રહાલયમાં પક્ષીઓની 22 પ્રજાતિઓ હશે જેમાં કાળો હંસ, મોર વગેરેનો સમાવેશ થાય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધારાના પક્ષીઓ મેળવવાની યોજનાને ગયા વર્ષે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

વર્તમાન સ્થિતિ
BMCએ CZAને એવિયરીના લેઆઉટ માટે મંજૂરી માંગતી દરખાસ્ત મોકલી છે. મંજૂરી મળ્યા બાદ BMC ટેન્ડર બહાર પાડશે.
વહીવટીતંત્ર શું કહે છે

આ બર્ડ પાર્ક ભાયખલા પ્રાણી સંગ્રહાલયનું વિસ્તરણ હશે જેમાં પક્ષીસંગ્રહાલય પણ છે. જો કે, આ સુવિધા ખાસ કરીને પક્ષીઓ માટે સમર્પિત કરવામાં આવશે. જુદા જુદા ખંડોને અનુરૂપ અલગ-અલગ ઝોન વિકસાવવામાં આવશે. એમ મુંબઈ પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર ડૉ. સંજય ત્રિપાઠીએ ગુર્જરભૂમિ સાથે વાત કરતા જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us