નાટ્યરસિકો માટે એક શાનદાર સમાચાર સામે આવ્યા છે. ‘સ્કેમ ૧૯૯૨’ (Scam 1992) અને “પુષ્પા ઇમ્પોસિબલ’ જેવી લોકપ્રિય સિરીઝ અને સીરિયલ્સ દ્વારા દેશભરમાં જાણીતા બનેલા દિગ્ગજ અભિનેતા હેમંત ખેર અભિનીત સુપરહિટ ગુજરાતી નાટક “મજ્જા તંત્ર” આગામી સમયમાં થાણેના આંગણે રજૂ થવા જઈ રહ્યું છે.ભાવનાઓ અને હાસ્યથી ભરપૂર આ નાટકનો ભવ્ય શો ૩૦ જુલાઈ, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યે થાણાના પ્રખ્યાત કાશીનાથ ઘાણેકર નાટ્યગૃહ ખાતે યોજાશે.
આયોજકોના જણાવ્યા અનુસાર, “મજ્જા તંત્ર” એ માત્ર એક નાટક નથી, પરંતુ હાસ્ય, લાગણી અને જીવનના એક સુંદર સંદેશથી સભર અદ્ભુત અનુભવ છે. આ નાટક પ્રેક્ષકોને એક તરફ ખડખડાટ હસાવશે, તો બીજી તરફ જીવનના કેટલાક પાસાઓ પર વિચાર કરવા મજબૂર કરશે અને નાટકનો અંત દર્શકોની આંખોને લાગણીઓથી ભીની કરી દેશે.
નાટક સમયસર શરૂ થઈ શકે અને દર્શકો કોઈપણ પ્રકારની ઉતાવળ વગર પોતાની ટિકિટ મેળવીને આરામથી બેઠક ગ્રહણ કરી શકે, તે માટે તમામ નાટ્યરસિકોને રાત્રે ૮.૩૦ વાગ્યા સુધીમાં ઓડિટોરિયમ પર પહોંચી જવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.
મજ્જાતંત્ર એ ખરેખર માણવા જેવું અને જીવનભર યાદ રહી જાય તેવું નાટક છે. થાણા અને આસપાસના વિસ્તારના તમામ ગુજરાતી પરિવાર આ યાદગાર સાંજનો આનંદ માણવાનું ચૂકશો નહીં તેવો અનુરોધ આયોજક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. પરિવાર સાથે એક સુંદર અને અર્થસભર સાંજ વિતાવવા માટે આ સુપરહિટ નાટક જોવાનો લહાવો ચૂકવા જેવો નથી. ટિકિટોનું બુકિંગ વહેલી તકે કરાવી લેવા પણ જણાવાયું છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
