મુલુંડ પશ્ચિમ વિસ્તારમાં આવેલી પોશ અને હાઈપ્રોફાઈલ ગણાતી ‘વાઘવા એટમોસ્ફિયર’ સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીના ૨૨મા માળેથી છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલા એક મજૂરનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હાઈરાઈઝ ટાવરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મૃતક મજૂર ૧૧ જુલાઈના રોજ સોસાયટીની સાઈટ પર કામ કરવા માટે આવ્યો હતો. જો કે, કામ પત્યા બાદ પણ તે બીજા દિવસ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. આસપાસ અને પરિચિતોમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં તેની મિસિંગ કમ્પ્લેઈન નોંધાવવામાં આવી હતી.

શરૂઆતી તપાસ દરમિયાન સાઈટના એક ભાગમાંથી તીવ્ર દુર્ગંધ આવતા તપાસ કરવામાં આવી હતી, જ્યાં ૨૨મા માળેથી મજૂરનો વિકૃત થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબધિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સાાઈટ પરથી મૃતદેટને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે એમ. ટી. અગ્રવાલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે. આ ઘટના આત્મહત્યા છે, આસ્માત છે કે પછી તેની પાછળ કોઈ ગુનાહિત કાવતરું (હત્યા) છે. તેની પુષ્ટિ દસ સુધી થઈ શકી નથી. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

સુરક્ષા સામે ઊભા થયા ગંભીર સવાલો
આટલી મોટી અને પ્રતિષ્ઠિત સોસાયટીમાં સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ્સનો મોટો કાફલો હોવા છતાં એક મજૂર પાંચ દિવસ સુધી ગુમ રહે અને તેનો મૃતદેહ ટાવરના ૨૨મા માળેથી મળી આવે, તે બાબત વાધવા એટમોસ્ફિયરની સિકયોરિટી સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કરે છે. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને અન્ય કર્મચારીઓની પૂછપરછ સાથે પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
For more details… Contact 9322529232 / 9324483455
