
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વધતા પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે અમુક ઉપાયયોજનાઓ મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. તેમાં હવે મુંબઈમાં બેકરીમાં લાકડાં અને કોલસાની ભઠ્ઠીઓનો ઉપયોગ કરવા પર મહાપાલિકા દ્વારા બંધી લાદવામાં આવી છે. જોકે આ બંધી ઉઠાવવાની માગણી કરવામાં આવી રહી છે.
બેકરી માલિકો તેમ જ ભાજપના માજી નગરસેવક મકરંદ નાર્વેકરે મહાપાલિકાને આ બંધી ઉઠાવી લેવાની માગણી કરી છે. તેની પર વિકલ્પ નહીં નીકળે તો મુંબઈમાં વડાંપાંઉ માટે જરૂરી પાંઉનો પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા બેકરી એસોસિયેશન દ્વારા વર્તાવવામાં આવી છે.

આ જ રીતે મુંબઈમાં બેકરી અને ઈરાણી કેફેને આ નિયમમાંથી બાકાત રાખવા અને પાક કળાનો વારસો જતન કરવા વારસાનો દરજ્જો આપવો એવી માગણી પણ નાર્વેકરે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કરી છે.ઈન્ડિયા બેકર્સ એસોસિયેશનના અધ્યક્ષ ખોદાદાર ઈરાણી અનુસાર મહાપાલિકાના નિર્દેશ અનુસાર લાકડા અને કોલસાની ભટ્ટીઓ બંધ કરીને ઈલેક્ટ્રિક ભટ્ટીઓએ વાપરવાનું આર્થિક રીતે પરવડનારું નથી.
મહાપાલિકાએ આ નિર્ણય શા માટે લીધો
મુંબઈમાં વાયુ પ્રદૂષણ દિવસે દિવસે વધી રહ્યું છે. આથી પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે જરૂરી સર્વ પગલાં મહાપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યા છે. તેમાં કોર્ટના નિર્દેશ અનુસાર મહાપાલિકાએ બેકરી પ્રોડક્ટ બનાવતી વખતે થતા લાકડા અને કોલસાની ભટ્ટીના ઉપયોગ પર બંધી લાદતાં અનેક ઠેકાણે બેકરી સાથે ઈરાણી કેફેને નોટિસો મોકલીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
