
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ફટકો પડ્યો છે. 35 વર્ષોથી વફાદાર નેતા અને રત્નાગિરિ જિલ્લાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજન સાળવીએ પાર્ટીના ઉપ નેતાપદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતો 9 કેબ્રુઆરીનો પત્ર 12 કેબ્રુઆરીના જાહેર થયા પછી હવે આ વાતની પુષ્ટિ થઈ રહી છે. સાળવી ગુરુવારે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિંદે જૂથમાં જોડાશે એવી ચર્ચા છે. સાળવી વિનાયક રાઉત સાથેના તાજેતરના વિવાદ અને ઉદ્ધવ ઠાકરે દ્વારા વિનાયક રાઉતને ટેકો આપવાથી દુઃખી થયા હતા. કહેવાય છે કે, આ જ કારણે તેમણે હવે ઠાકરે જૂથને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.
શિંદેએ બળવો પોકાર્યા પછી, ઘણા વિધાનસભ્યો શિંદે જૂથમાં જોડાયા. આ સમયે, ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં માત્ર થોડા જ વિધાનસભ્યો રહ્યા, જેમાં સાળવીનો પણ સમાવેશ થાય છે. મહાવિકાસ આઘાડીએ સત્તા ગુમાવ્યા પછી, સાળવીને પણ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. છતાં, તેમણે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો નહીં.વિનાયક રાઉતે વિધાનસભા ચૂંટણીમાં સાળવીને મદદ કરી ન હતી અને અંતે તેમનો પરાજય થયો હતો.

વિનાયક રાઉત અને સાળવી આ અંગે ચર્ચા કરવા માતોશ્રી ગયા હતા. ઉદ્ધવ ઠાકરેએ સાળવીને કહ્યું હતું કે, જો તમે બીજા પક્ષમાં જોડાવા માગતા હો, તો દરવાજા ખુલ્લા છે. દુઃખી હૃદય સાથે, સાળવીએ આખરે એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી હવે કોંકણમાં શિંદે જૂથને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
