
મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડવા ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડનું કામ અત્યારે ચાલુ છે. મહાપાલિકાના મહત્વકાંક્ષી પ્રકલ્પ અંતર્ગત નેશનલ પાર્કમાં 4.7 કિલોમીટર લાંબા બે બોગદા બાંધવામાં આવશે. આ બોગદા દ્વારા મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં પ્રવાસનો સમય 75 મિનિટ પરથી 20 થી 25 મિનિટનો થઈ જશે. જુલાઈમાં ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડના ત્રીજા તબક્કા અંતર્ગત ટ્વિન ટનલના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. હવે આ ડબલ ટનલના કામને ઝડપી કરવા થર્ડ પાર્ટી ટેકનિકલ ઓડિટ કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. આ ઓડિટના કામ માટે વીજેટીઆઈની નિયુક્તી કરવામાં આવ્યાનું મહાપાલિકા અધિકારીએ જણાવ્યું હતું.
જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પરથી મુલુંડ, થાણે જવા એકથી દોઢ કલાક લાગે છે. જો કે ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડનું કામ પૂરું થયા પછી આ પ્રવાસ ફક્ત 15 થી 20 મિનિટમાં થઈ શકશે. અત્યારે નેશનલ પાર્કમાં બે બોગદા બાંધવાનું કામ પડકારજનક છે. એના માટે જ કામનો દરજ્જો અને પ્રકાશ વ્યવસ્થાપનની અમલબજાવણી માટે તેમ જ અન્ય ટેકનિકલ કામ માટે વીજેટીઆઈની મદદ લેવામાં આવી રહી છે.

ટ્વિન ટનલના બાંધકામમાં થર્ડ પાર્ટી ઓડિટ કરવાનો આ નિર્ણય કોસ્ટલ રોડના બાંધકામમાં શરૂઆતના સમયમાં આવેલી અડચણોને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.બોગદા ખોદવા ટનલ બોરીંગ મશીન ચીનથી મુંબઈ લાવવામાં આવશે. માર્ચ 2025 પહેલાં મશીન આવ્યા પછી બોગદાનું કામ શરૂ થશે. ટ્વિન ટનલના બાંધકામ દરમિયાન થર્ડ પાર્ટી ઓડિટ ગુણવત્તાની દષ્ટિએ કરવામાં આવશે. પણ આ ઓડિટના કારણે ખર્ચમાં વધારો થશે. અત્યારે ટ્વિન ટનલની નિર્મિતીનો ખર્ચ 6 હજાર 300 કરોડ રૂપિયા છે. જો કે થર્ડ પાર્ટી ઓડિટ બાદ આ ખર્ચ 6 હજાર 500 કરોડ રૂપિયા કરતા વધુ થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
