મહારાષ્ટ્ર બોર્ડનું ધો. ૧૨નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થી- વાલીઓ આતુરતાથી ધો.૧૦ના રીઝલ્ટની રાહ જોઇ રહ્યા હતાં. તે પ્રતીક્ષા હવે પૂર્ણ થઇ છે. 

સ્ટેટ બોર્ડનું ધો.૧૦નું પરિણામ આજે શુક્રવારના રોજ જાહેર થવાનું છે. બપોરે એક વાગ્યા બાદ વિદ્યાર્થીઓ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે, એવી માહિતી સ્ટેટ બોર્ડના સેક્રેટરી અનુરાધા ઓકે આવી છે. 

સ્ટેટ બોર્ડની ધો.૧૦ની પરીક્ષા બીજી માર્ચથી ૨૫ માર્ચદરમિયાન લેવાઇ હતી. દસમાની પરીક્ષા સ્ટેટના ૧૫,૭૭,૨૫૬ વિદ્યાર્થીઓએ આપી હતી. તેમાં ૮,૪૪,૧૬૬ છોકરાઓ તથા ૭,૩૩,૦૬૭ છોકરીઓનો સમાવેશ છે. આ પરીક્ષા રાજ્યભરના ૫,૦૩૩ કેન્દ્રો પર થઇ હતી.

કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષ દરમિયાન બોર્ડે ઘણી છુટછાટ આપી હતી. જે આ વર્ષે આપી નહોતી. આથી દસમાનું પરિણામ પણ બારમાના પરિણામની જેમ આ વર્ષે ઘટશે કે કેમ? તે તરફ લોકોની નજર છે. આ પરિણામ જાહેર થયા બાદ ધો.૧૧ની એડમિશન પ્રક્રિયા શરૃ કરાશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us