મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાવિકાસ આઘાડી દ્વારા નકલી ડ્રાઇવિંગ લાઈસન્સ (ડીએલઓ)નો મુદ્દો ઉઠાવ્યાના બે દિવસ પછી પ્રાદેશિક પરિવહન કાર્યાલયે (આરટીઓ) આ મહાકૌભાંડની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે.

ગયા વર્ષે (2023-2024) જારી કરાયેલાં શંકાસ્પદ ડ્રાઈવિંગ લાઈસન્સની તપાસ કરીને એક અઠવાડિયાની અંદર અહેવાલ સુપરત કરવા માટે અંધેરી પ્રાદેશિક પરિવહન અધિકારી અનિલ પાટીલ, એક ડેપ્યુટી આરટીઓ અને ત્રણ વરિષ્ઠ આરટીઓ ઈન્સ્પેક્ટરની આગેવાની હેઠળની પાંચ સભ્યોની એસઆઈટી (એમએચ- 02)ને નિર્દેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ II) દ્વારા સુપરત કરાયેલા ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યા પછી આંતરિક તપાસ શરૂ થયાના ત્રણ દિવસ બાદ હવે એસઆઈટી તપાસ કરશે. કુલ 1.04 લાખ ડ્રાઈવિંગ લાઈસન્સની અડસટ્ટે તપાસ કરવામાં આવી હતી, જેમાં એવું જણાયું કે અને અંધેરી આરટીઓ દ્વારા ઓછામાં ઓછા 76,354 શંકાસ્પદ લાઈસન્સ જારી કરાયાં છે. સામાજિક કાર્યકર બિનુ વર્ગીસ દ્વારા આપવામાં આવેલી માહિતીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રાઈવિંગ કુશળતાની મૂળભૂત ટેસ્ટ વિના લાઈસન્સ લઈને રસ્તા પર વાહન ચલાવનારા અન્યો માટે કેટલા જોખમી સાબિત થઈ શકે તે અત્રે ઉલ્લેખનીય છે.

આંતરિક તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું હતું કે, એક ચોક્કસ આરટીઓ ઈન્સ્પેક્ટરે દરરોજ લગભગ 400 લાઈસન્સ જારી કર્યા હતા, આરટીઓ ઈન્સ્પેક્ટર દીઠ ફક્ત 70 લાઈસન્સના નિયમિત ક્વોટા છતાં આટલા મોટા પાયા પર લાઈસન્સ જારી કરાયાં હતાં સરેરાશ 5 કલાકના ડ્રાઇવિંગ ટેસ્ટ સમયગાળા માટે, તે ચોક્કસ અધિકારીએ દેખીતી રીતે વીજળીની ઝડપે કામ કર્યું હતું, દરેક મિનિટે એક ઉમેદવારને પાસ કર્યા હતા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us