નવી મુંબઈ એપીએમસી માર્કેટ બ્રોકર્સ વેલફેર એસોસિએશન દ્વારા શનિવાર તા. ૧૮/૦૭/૨૦૨૬ ના રોજ વાશી નવી મુંબઈ શિવરાજ બેન્કવેટ હોલ, માથાડી ભવન ખાતે સ્વ.અરુણભાઈ ભીંડે હસ્તકના કાર્યક્રમો તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન તેમજ માર્કેટના વિવિધ ઘટકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી



આ પ્રસંગે આમંત્રિત મહેમાનો (મુખ્ય અતિથિ)માં શ્રી નરેન્દ્રભાઈ અન્નાસાહેબ પાટીલ (માથાડી કામદાર યુનીયન લીડર), શ્રી વિજયભાઈ ભુતા (APMC મસાલા માર્કેટ, ડાયરેક્ટર, E/29), શ્રી જગદીશભાઈ (જગદીશ ટ્રેડીંગ કું., F/52), શ્રી કમલેશભાઈ ઠક્કર (અક્ષર એગ્રી કોમોડિટીસ, દાણાબંદર, F/11-12), શ્રી મનોજભાઈ કોઠારી (બા ગ્રુપ ઑફ કું.), શ્રી અશોકભાઈ દતાણી (અશોક એન્ડ કે.), શ્રી અમરીશભાઈ બારોટ (અમરીશ કિશોરલાલ કું. D/62), શ્રી હીરાલાલ મૃગ, શ્રી નીતીનભાઈ પાંધી (શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ પ્રમુખ), શ્રી રમેશભાઈ વાશવાની (ઘનશ્યામભાઈ મેવાવાલા, F/65), શ્રી ઇનામદાર સાહબ (APMC મસાલા માર્કેટ), શ્રી કલ્પેશ જમનાદાસ પલણ (નીલ સીધ્ધી બીલ્ડર) અને વાશીના અસંખ્ય વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રણને માન આપી દરેક સામાજના અગ્રણીઓ તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.






પધારેલા સર્વે આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનુક્રમે વેપારી રત્ન, ગુમાસ્તા નારી રત્ન, દલાલ રત્ન, ગુમાસ્તા રત્ન અને માથાડી રત્ન જેવા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન એસોસિએશનના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મેઘજી ધુલ્લાએ કર્યું હતું. સંસ્થાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન, મન અને ધનથી સાથ સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો. સંસ્થાના ચેર પર્સન સંધ્યાબેન અરૂણભાઈ ભીંડે, વાઈસ ચેરમેન શ્રી દિલીપભાઈ કાંતિલાલ મણીયાર અને એસોસિએશનના દરેક પદાધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
