સંજય મિશ્રા હાલમાં શોર્ટ ફિલ્મ ગીદ્ધને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે ‘શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ’ અને ‘એશિયા 2023’માં એશિયા ઇન્ટરનેશનલ કોમ્પિટિશન જીતી છે.

અભિનેતા સંજય મિશ્રાની ટૂંકી હિન્દી ફિલ્મ ‘ગિદ્ધા’એ કમાલ કરી છે. એશિયા ઈન્ટરનેશનલ કોમ્પિટિશન જીત્યા બાદ આ ફિલ્મ હવે ઓસ્કાર માટે ક્વોલિફાય થઈ ગઈ છે. સંજય મિશ્રા અને તેના ચાહકો માટે આ સારા સમાચાર છે. સંજય મિશ્રા બોલિવૂડના એ કલાકારોમાંના એક છે જે દરેક પાત્રમાં પોતાની એક્ટિંગથી જીવ રેડી દે છે. કારકિર્દીની શરૂઆતમાં સખત સંઘર્ષ બાદ પણ સંજય મિશ્રાએ હિંમત હારી ન હતી. આજે તેમની ગણતરી બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાં થાય છે.

સંજય મિશ્રા હાલમાં શોર્ટ ફિલ્મ ગીદ્ધને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે ‘શોર્ટ શોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ’ અને ‘એશિયા 2023’માં એશિયા ઇન્ટરનેશનલ કોમ્પિટિશન જીતી છે. ફેસ્ટિવલમાં સંજય મિશ્રાને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે તેમની શોર્ટ ફિલ્મને ‘બેસ્ટ શોર્ટ ફિલ્મ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. મતલબ કે, હવે સંજય મિશ્રાની ફિલ્મ સત્તાવાર રીતે ઓસ્કારની ‘શોર્ટ ફિલ્મ’ શ્રેણી માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

તહેવારોમાં પણ ‘ગીધ’ની કમાલ 

આ શોર્ટ ફિલ્મ ‘ગીધ’ આપણા સમાજ માટે અરીસાનું કામ કરે છે. તેમાં સમાજની કઠોર વાસ્તવિકતાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી મોટાભાગના લોકો મોં ફેરવી લે છે. ‘ગીદ્ધ’ને વૈશ્વિક સ્તરે સારો પ્રતિસાદ મળ્યો છે. તેને યુએસ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ફાઇનલિસ્ટ તરીકે પણ તેની પસંદગી કરવામાં આવી હતી. એટલું જ નહીં સંજય મિશ્રાની ‘ગીધ’ એ LA Shorts International Film Festival 2023 અને Carmarthen Bay International Film Festival 2023માં પણ સ્થાન મેળવ્યું છે.

‘ગિદ્ધ’ની સફળતાને લઈ સંજય મિશ્રાએ કહ્યું કે…

સંજય મિશ્રા પોતાની ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું હતું કે, અમારી ફિલ્મ ‘ગિધ’ને વૈશ્વિક સ્તરે જે પ્રેમ મળ્યો છે તેનાથી મારી ખુશીનો પાર નથી. આ એક એવી સફર રહી છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. એક અદ્ભુત ક્રૂ સાથે કામ કરવાનો મોકો મળ્યો, જેનો અનુભવ મારી સાથે કાયમ રહેશે. અમે દરેક મુશ્કેલીનો આનંદથી સામનો કર્યો. દરેક સીનને દિલથી કર્યો અને જે જાદુ થયો તેને અમે અમારી સગી આંખે જોઈ રહ્યાં છીએ. અમે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. અસંખ્ય કલાકો કામ કર્યું. હવે ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે તે જોઈને લાગે છે કે બધુ રિકવર થઈ ગયું છે. ‘ગિધ’નું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક મનીષ સૈનીએ કર્યું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us