
મુલુંડ પૂર્વમાં રહેતી ૨૮ વર્ષની મહિલાના ખુશહાલ લગ્નજીવનને શંકાના આધારે બરબાદ કરી નાખ્યું હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ મહિલાના ૨૦૨૦માં લોઅર પરેલમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના દોઢ- બે વર્ષ આનંદથી પસાર થઈ ગયા. મહિલા અંધેરીની ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. જોબને કારણે ઘણીવાર મહિલાને રાત્રે મેનેજર અથવા અન્ય પુરુષ સ્ટાફના ફોન આવતા હતા. જેને લઈને યુવકના મગજમાં શંકાના બીજ રોપાઈ ગયા અને તે નાની-નાની વાતો પર મહિલા સાથે ઝઘડા કરતો. તેની સાથે વાતચીત કરવી બંધ કરી દેતો હતો.

આ દરમિયાન યુવકને તેમના લગ્નનો કર જો ચૂકવવો હતો, તેથી તેણે મહિલાના બેંકખાતામાંથી રૂા. ૧ લાખ ઉપાડયા અને મહિલાની જાણ બહાર વધુ ૫૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા અને ત્યાર બાદ તેને ઈન્સ્ટાગ્રામ એપની પોસ્ટને લઈને સંશય કરવા કરવા લાગ્યો અને તેને ઘરની બહાર નીકળી જવા જણાવ્યું. જોકે મહિલાએ ઘર છોડયું નહીં પરંતુ યુવકે તેને છોડી દીધી હતી. તેની મારપીટ પણ કરી હતી.
જૂન ૨૦૨૩માં વિનોદે મહિલાની મમ્મી અને ભાઈને બોલાવીને તેને પિયર લઈ જવા જણાવ્યું બન્નેએ યુવકને અનેક વિનંતીઓ કરી પણ ટસથી મસ ન થયો. તેથી મહિલાએ જતા જતા સાસુ- સસરા પાસે તેને સ્ત્રી ધનમાં મળેલું ૧૨ તોલા સોનું પરત માંગ્યું જે તેમણે આપ્યું નહીં. પિયરમાં આવ્યા બાદ મહિલાએ યુવકને તેને પાછી સાસરે લઈ જવા અવારનવાર વિનંતીઓ કરી પરંતુ તે બધી વિનવણીઓ પથ્થર પર પાણી સમાન સાબિત થઈ હતી જેને પગલે મહિલાએ તેના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ માનસિક, શારિરીક અને તેનું સ્ત્રી ધન પરત ન કર્યું હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
