
આવક વધારવાની દષ્ટિએ મુંબઈની ઝૂપડપટ્ટીઓમાંના વ્યવસાયિક ગાળાધારકોને મુંબઈ મહાપાલિકા તરફથી પ્રોપર્ટી ટેક્સ લાગુ કરવાનું નિયોજન ચાલુ હતું. અત્યારે ઝૂપડપટ્ટીના વ્યવસાયિક ગાળાધારકોને પ્રોપર્ટી ટેક્સ લાગુ પડતો નથી. હવે સર્વેક્ષણ સાથે જે વ્યવસાયિક ગાળાધારકો મળ્યા છે તેમને પ્રોપર્ટી ટેક્સ બિલ હાથમાં સોંપવામાં આવે છે.
મહાપાલિકાના કરનિર્ધારણ અને સંકલન વિભાગે વોર્ડના સ્તરે સર્વેક્ષણ સહિત આ પ્રકારે નોટિસ બજાવીને કરવસૂલીની શરૂઆત કરી છે. મુંબઈમાં દિવસે દિવસે ઝૂપડાઓની સંખ્યા વધી રહી છે. એમાં મુંબઈ મહાપાલિકાના અને ખાનગી જમીન પરના નિવાસી તેમ જ વ્યવસાયિક વપરાશના ઝૂપડાઓની નોંધ છે. આ ઝૂપડાઓને મુંબઈ મહાપાલિકા તરફથી મૂળભૂત સેવા, સુવિધા પૂરી પાડવામાં આવે છે. જો કે તેમને પ્રોપર્ટી ટેક્સ લાગુ નથી.
ઝૂપડપટ્ટીઓમાં ઓછામાં ઓછા વ્યવસાયિક વપરાશ થતો હોય એવા ગાળાઓને પણ પ્રોપર્ટી ટેક્સ લાગુ કરવાનો વિચાર અનેક મહિનાઓથી મુંબઈ મહાપાલિકા કરતી હતી. તેથી ઝૂપડાની જગ્યાના એરિયા અનુસાર પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે એ માટે કાર્યવાહી શરૂ કરવાની સૂચના મુંબઈ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આપ્યો હતો. આવા ઝૂપડાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના અધ્યાદેશ નંબર 2 અનુસાર 2 ફેબ્રુઆરી 2022 અનુસાર 500 સ્કવેર ફૂટ અથવા એનાથી ઓછા એરિયાવાળા ઘર અને ગાળાધારકોનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે. જો કે આ સવલત નિવાસી વપરાશના ગાળાધારકો માટે છે અને વ્યવસાયિક ગાળાઓ માટે આ સવલત નથી. તેથી મુંબઈ મહાપાલિકા સમક્ષ વ્યવસાયિક ગાળાઓને પ્રોપર્ટી ટેક્સ લાગુ કરવાનો વિકલ્પ ખુલ્લો હતો.
રેડી રેકનર અનુસાર બિલ
વોર્ડના સ્તરે વ્યવસાયિક ગાળાધારકોનું સર્વેક્ષણ શરૂ થતા ગાળાધારકો પાસે દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે. એમાં દુકાન કેટલા સ્કવેર ફૂટની છે, એનો આકાર વગેરે માહિતી મળતા રેડી રેકનર દર અનુસાર પ્રોપર્ટી ટેક્સ વસૂલીનું કામ કરવામાં આવે છે. મહાપાલિકાના જી-દક્ષિણ વોર્ડમાં 1 હજાર 471 દુકાનનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને 432 દુકાનદારોને બિલ મોકલવામાં આવ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
