શ્રીમદ્ રાજચંદ્ર આત્મ તત્ત્વ રિસર્ચ સેન્ટરના એક વિભાગ શ્રી રાજ એજ્યુકેશનલ સેન્ટરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ માટે તા. ૮ અને ૯ ડિસેમ્બર, ૨૦૨૩ ના સામાન્ય આરોગ્ય તપાસ શિબિરનું આયોજન શ્રી રાજ એજ્યુકેશનલ સેન્ટર, નાનોસે, રાજનગર-પરલી ખાતે કરવામાં આવ્યું હતું. પરમ કૃપાળુદેવ, પરમ પૂજ્ય પપ્પાજી અને પૂજ્ય નિલેશભાઈના આશીર્વાદથી મેગા કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં સહભાગી હતા.
વન લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ, મુલુંડ – શ્રી રૂપેશ ગંગર અને તેમની ટીમ. પરિસોહા ફાઉન્ડેશન પ્રા. લિ. (એચ.જે.દોશી ઘાટકોપર, હિન્દુ સભા કાર્ડિયાક યુનિટ) – ડૉ. અનિલ પોદાર અને તેમની ટીમ. લાયન્સ ક્લબ ઓફ લોખંડવાલા ટાઉનશીપ, કાંદિવલી(ઈ )-કલ્પના શાહ. એચ. બી. ટી. મેડિકલ કોલેજ અને ડૉ. આર. એન. કૂપર હોસ્પિટલ, જુહુ – ડૉ.બારાતો બૈસારા અને તેમની ટીમ. શ્રી રાજ મેડિકલ એન્ડ હેલ્થ કેર સેન્ટર, રાજનગર(પરલી) – ડૉ.હરીશ ગોશર અને તેમની ટીમના સક્ષમ માર્ગદર્શન હેઠળ ડૉ.મીના ગોશર, રાજુભાઈ રાંભિયા, ચૈતન્યા રાંભિયા, જિજ્ઞા દેસાઈ, બીના વોરા, કેતક દેઢિયા, કવિતા દેઢિયા, આશિષ ગોયલ, નિશા શાહ, સીમા નાગિયા અને પ્રીતિ નાગડા.
તમામ દર્દીઓનું કાર્ડિયાક તપાસણી સાથે જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. વધુ તપાસણી માટે લગભગ ૨૫૦ દર્દીઓની 2D ઈકો અને ૧૫૦ દર્દીઓની ECG કરવામાં આવી હતી . તા. ૯ ના શ્રીમદ્ રાજચંદ્ર આત્મ તત્ત્વ રિસર્ચ સેન્ટરના રહેવાસીઓ અને વિવિધ વિભાગોના સ્ટાફે પણ જનરલ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. હાજર રહેલા તમામ ડોક્ટર્સ અને સ્વયંસેવકોએ અદમ્ય કાર્યક્ષમતાથી આ કાર્ય સરળતાથી પૂર્ણ કર્યું. ડૉ.જોષી સર, શ્રી રાજેન હેમાણી, આચાર્ય મેડમ વૈશાલી પાંડે, વાઈસ પ્રિન્સિપાલ શ્રી વિલિયમ, અન્ય શિક્ષકો, શાળાના અન્ય તમામ સ્ટાફનો તેમના સહકાર બદલ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ