કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર ખાતે સંકેત બિલ્ડિંગની ઓફિસ નં. 5માં મોટે પાયે ડબ્બા ટ્રેડિંગ કરવા સંબંધે ક્રાઈમ બ્રાન્ચે શેરદલાલ જતીન સુરેશભાઈ મહેતા (45)ની ધરપકડ કર્યા પછી ક્રાઈમ બ્રાન્ચની કાંદિવલી શાખાએ સુરતમાં એ-901, તુલસી રેસિડેન્સી, વેદ દબોલી રોડ, કતારગામના રહેવાસી ઉપેન્દ્ર બાબુલાલ ખેની (50)ની ધરપકડ કરી છે. શેરદલાલ ખેની પાલઘર જિલ્લાના નાયગાવ ખાતે આવવાનો છે એવી માહિતી મળતાં તેની છટકું ગોઠવીને ધરપકડ કરાઈ હતી. ડબ્બા ટ્રેડિંગમાં જતીન મહેતા સાથે તે સક્રિય રીતે સંકળાયેલો હતો.

આ કૌભાંડની તેની સંડોવણી બહાર આવ્યા પછી પોલીસ ટીમ તેના ઘરે પહોંચી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. આખરે વિશ્વસનીય માહિતીને આધારે નાયગાવના સરોજા ગ્રાન્ડ વિલા રિસોર્ટ ખાતેથી તેને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરાયો છે. તેણે મૂડી એપ કોની પાસેથી લીધું, તેની સાથે હજુ કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલી રહી છે. તેના બેન્ક ખાતાના દસ્તાવેજ પણ તપાસવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન આ મોટું કૌભાંડ હોવાથી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-11 દ્વારા તપાસ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવેલી નવી માહિતીને આધારે 26 જૂને બોરીવલીથી વિજય તલકશી ગડા (28), દહિસરથી વિજય અમૃતલાલ રાઠોડ (57) અને કાંદિવલીથી હિતેન ગોવિંદ મકવાણા (45)ની ધરપકડ કરવામાં આવી હતી. કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચના પ્રભારી પીઆઈ વિનાયક ચવ્હાણે જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ સબ-બ્રોકર તરીકે કામ કરતા હતા. જતીનને આ ત્રણેય આરોપીઓ ગ્રાહકો મેળવી આપતા, જેની સામે તેમને કમિશન મળતું હતું. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે.

આ પછી 5 જુલાઈએ શેરબ્રોકર ધિમંત કેતન ગાંધી (33)ની ધરપકડ કરાઈ હતી. તે કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગરનો રહેવાસી છે. આ કૌભાંડનો રેલો ગુજરાતમાં કચ્છ, રાજકોટ, સુરત સહિતનાં શહેરોમાં નીકળ્યો છે, જે અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે કાંદિવલીમાં એમ જી રોડ પર પારસ ધ ગોલ્ડન ટચના રહેતો જતીન મહેતા મૂડી (MOODY) એપ્લિકેશન થકી અનધિકૃત રીતે મોટે પાયે શેરોની લેવેચ કરી રહ્યો છે એવી માહિતીને આધારે પ્રભારી પીઆઈ વિનાયક ચવ્હાણે પોતાની ટીમ અને એનએસઈ અને એમસીએક્સની ટીમ સાથે મહેતાની ઓફિસમાં દરોડા પાડ્યા હતા.

તે સમયે શેરબજારમાં ટ્રેડિંગનું કોઈ પણ લાઈસન્સ નહીં હોવા છતાં મૂડી એપ્લિકેશન દ્વારા રોકડમાં ડબ્બા ટ્રેડિંગ કરતો હતો એવું જોવા મળ્યું હતું. ટ્રેડિંગના વ્યવહારો તપાસ કરતાં માર્ચ 2023થી 20 જૂન સુધી શેરબજારની બહાર શેરોની લેવેચનું ટર્નઓવર રૂ. 4672 કરોડ સુધી કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ રકમ પર સિક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ, મૂડી લાભ કર, રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યુટી, સેબી ટર્નઓવર ફી, શેરબજારની ટ્રેડિંગ રેવેન્યુ મળીને રૂ. 1.95 કરોડની સરકારની મહેસૂલ ડુબાડી હોવાનું જણાયું હતું.

આ પોલીસ ટીમની કામગીરી
પોલીસ કમિશનર વિવેક ફણસાળકર, વિશેષ કમિશનર દેવેન ભારતી, જોઈન્ટ કમિશનર લખમી ગૌતમ, એડિશનલ કમિશનર શશી કુમાર મીના, ડીસીપી રાજ તિલક રોશન, એસીપી મહેશ દેસાઈના માર્ગદર્શનમાં અને વિનાયક ચવ્હાણના નિર્દેશ હેઠળ પીઆઈ ભરત ઘોણે, એપીઆઈ વિશાલ પાટીલ, પીએસઆઈ અજિત કાનગુડે અને સ્ટાફ તરટે, કેણી, ખતાતે, સાવંતે આ કામગીરી પાર પાડી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us