મહારાષ્ટ્રમાં બોગસ ડોકટરોનો વધતો વ્યાપ નિયંત્રણમાં લેવા મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલે નો યોર ડોકટર નામની ક્યૂઆર કોડ આધારિત આધુનિક પ્રણાલી શરૂ કરી છે. આ સુવિધાના લીધે નાગરિકો કોઈ પણ ડોકટર નોંધણીકૃત છે કે નહીં એની ખાતરી ગણતરીની સેકન્ડમાં કરી શકશે.
તેથી છેતરપિંડી ટાળવામાં મદદ થશે અને દર્દીઓને સુરક્ષિત તથા વિશ્વાસપાત્ર સારવારનો હક વધુ મજબૂત થશે. નો યોર ડોકટર ઉપક્રમના લીધે નોંધણીકૃત ડોકટરોની ઓળખ સહેલાઈથી થશે.ક્યૂઆર કોડ દ્વારા ડોકટરોની અધિકૃત માહિતી ઉપલબ્ધ થવાથી બનાવટી ડોકટરો તરફથી કરવામાં આવતી છેતરપિંડી રોકવામાં ઘણી મદદ થશે. તેથી બોગસ ડોકટરો પર અંકુશ આવશે.મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલે તમામ નોંધણીકૃત ડોકટરો માટે ક્યૂઆર કોડ આધારિત ઓળખ સિસ્ટમ શરૂ કરી છે. દરેક ડોકટરને સ્વતંત્ર ક્યૂઆર કોડ આપવામાં આવ્યો છે.

આ ક્યૂઆર કોડ દવાખાનામાં લગાડવાનો રહેશે. આ ક્યૂઆર કોડ સ્કેન કરવામાં આવશે તો ડોકટરનું આખું નામ, નોંધણી ક્રમાંક, શૈક્ષણિક પાત્રતા, નોંધણીની વૈદ્યતા અને એમએમસી પાસે અધિકૃત નોંધની માહિતી મળશે.
એમએમસીએ નો યોર ડોકટર નામની ક્યૂઆર કોડ આધારિક આધુનિક સિસ્ટમ શરૂ કર્યાથી અત્યાર સુધી 16 હજાર ડોકટરે સહભાગ લીધો છે. હજી મોટી સંખ્યામાં ડોકટરોનો સહભાગ અપેક્ષિત છે. સામાન્ય નાગરિકોમાં પણ ધીમે ધીમે જનજાગૃતિ થઈ રહી છે. તેથી ટૂંક સમયમાં જ દર્દીઓએ સારવાર લેવા પહેલાં ડોકટરનો ક્યૂઆર કોડ સ્કેન કરીને એની નોંધણી તપાસવી. એના લીધે નોંધણીકૃત ડોકટરની ખાતરી થશે અને બોગસ ડોકટર દ્વારા છેતરપિંડીથી નાગરિકોનું સંરક્ષણ થશે એમ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલના પ્રશાસક ડો. વિકી રુગવાનીએ જણાવ્યું હતુ

બોગસ ડોકટરની ફરિયાદ ક્યાં કરવી? બોગસ ડોકટરો તરફથી ખોટુ નિદાન, અધુરુ જ્ઞાન, અઘોરી સારવાર અને હલકા દરજ્જાની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આરોગ્યને ગંભીર જોખમ ઊભું થાય છે. બોગસ ડોકટર વિશે ફરિયાદ જિલ્લા આરોગ્ય અધિકારી, સ્થાનિક પોલીસ, મહાપાલિકા આરોગ્ય વિભાગ અથવા મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ પાસે કરી શકાય છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
