5 ફળ એવા છે જેને ચોમાસામાં ખાતા પહેલા બરાબર ચેક કરી લેવા. શક્ય હોય તો ખાવાનું ટાળવું અને ખાવા હોય તો સમારીને ખાવા. કારણ કે આ ફળમાં વરસાદી વાતાવરણમાં ઝડપથી કીડા પડી જાય છે. આ ફળ ઉપરથી સારું દેખાય પણ અંદરથી સડેલું નીકળી શકે છે.
ફળ ખાવા હેલ્થ માટે જરૂરી હોય છે. પરંતુ એટલું જ જરૂરી છે કે તમે સીઝનને ધ્યાનમાં રાખીને ફળ ખાઓ. અમુક ફળ બારેમાસ માર્કેટમાં જોવા મળે છે. પરંતુ ચોમાસાની ઋતુ હોય ત્યારે આ ફળ ખાતા પહેલા ચેક કરવા જરૂરી છે. કારણ કે આ ફળમાં ચોમાસા દરમિયાન ઝડપથી કીડા પડી જવાની શક્યતા હોય છે. આજે તમને 5 એવા ફળ વિશે જણાવીએ જે વરસાદી વાતાવરણમાં ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેમાં કીડા પણ થઈ જાય છે.

ઉનાળામાં લોકો કેરી પેટ ભરીને ખાતા હોય છે. ચોમાસાની શરૂઆત થઈ જાય પછી પણ માર્કેટમાં કેરી મળતી હોય છે. કેરીના શોખીનો કેરી મળે ત્યાં સુધી ખાવાનો આગ્રહ રાખે છે પરંતુ વરસાદ પડ્યા પછી કેરી સડી જાય તેવી શક્યતા વધી જાય છે. ભેજવાળા વાતાવરણમાં વધારે પાકેલી કેરી ઝડપથી સડી જાય છે અને આવી કેરી બીમારીનું કારણ બની શકે છે. એટલે ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી કેરી ખાવી નહીં અને ખાવી હોય તો બરાબર ચેક કરીને ખાવી.
જામફળ
ચોમાસા દરમિયાન જો તમે જામફળ ખાવા માટે લાવો તો સમજી વિચારીને ખાજો. જામફળની સીઝન હોય ત્યારે તો આ ફળ એકદમ મીઠું અને ફ્રેશ લાગે છે પરંતુ ચોમાસાની ઋતુમાં જામફળની અંદર કીડા ઝડપથી થઈ જાય છે. પાકેલા જામફળની ઉપર જ્યારે માખીઓ બેસતી હોય છે ત્યારે તેના લારવા ફળમાં આવી જાય છે અને તેના કારણે ફળ અંદરથી સડવા લાગે છે. ઘણા જામફળ સમારો ત્યારે તેની અંદરથી ઇયળ નીકળતી હોય છે.
દ્રાક્ષ
દ્રાક્ષ એવું ફળ થઈ ગયું છે જે હવે બારે મહિના માર્કેટમાં જોવા મળે છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ અનુસાર ચોમાસા દરમિયાન દ્રાક્ષ ખાવાનું ટાળવું જોઈએ. આ સીઝન દ્રાક્ષ માટેની નથી. ચોમાસામાં ભેજના કારણે દ્રાક્ષ ઝડપથી ખરાબ થઈ જાય છે તેના પર ફૂગ થઈ ગઈ હોય છે. તેથી દ્રાક્ષ પણ ખાવાનું ટાળવું અને ખાવી હોય તો પાણીથી બરાબર તેને સાફ કર્યા પછી જ ઉપયોગમાં લેવી.

જાંબુ
ડાયાબિટીસ માટે ફાયદાકારક ફળ જાંબુ ચોમાસામાં તમને બીમાર કરી શકે છે. જાંબુ પણ એવું ફળ છે જે વરસાદી વાતાવરણમાં ઝડપથી સડી જાય છે. જાંબુ એકદમ પાકી જાય તો તેની અંદર કીડા થઈ જાય છે. વધારે પ્રમાણમાં ભીના થયેલા જાંબુ પણ ફૂગના કારણે સડવા લાગે છે.
લીચી
મે-જૂન મહિનામાં લીચીની સીઝન હોય છે. લીચી સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે. પણ વરસાદ પછી ભેજ અને પાણીના કારણે લીચી સળી શકે છે. લીચીના ઉપરના લેયર પર ખૂબ ઝડપથી થઈ જાય છે. આ ફૂગના કારણે લીચીનો સ્વાદ અને સુગંધ પણ બદલી જાય છે. તેથી ચોમાસામાં લીચી ખાતા પહેલા પણ વિચાર કરવો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
