બોલીવૂડના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કર્યા બાદ તેમની છેલ્લી 11 ઓડિયો ક્લિપ્સ સામે આવી છે. પોલીસ આ તમામ ઓડિયો ક્લિપની તપાસ કરી રહી છે, જેમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. બીજી બાજુ પરિવારના કહેવા પર નીતિન દેસાઈના મૃતદેહને હાલમાં જે.જે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પરિવારના કેટલાક સભ્યો વિદેશથી આવવાના છે, ત્યાં સુધી મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવશે, નિતિન દેસાઈના અંતિમ સંસ્કાર શુક્રવારે કર્જત સ્થિત એનડી સ્ટુડિયોમાં કરવામાં આવશે.

દેસાઈની આત્મહત્યાનો મુદ્દો પણ ગુરુવારે વિધાનસભામાં ચર્ચાયો હતો. આ સમયે ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે કહ્યું કે દેસાઈને એક અભિનેતાના કારણે કામ મળતું બંધ થઈ ગયું હતું એમ તેમણે ઓડિયો ક્લિપમાં જણાવ્યું છે. આ કથિત મોટા અભિનેતા સાથે ઝઘડાને કારણે દેસાઈને કામ મળતું બંધ થયું હતું. આ અભિનેતા કોણ હતો તેની તપાસ થવી જોઈએ તેમ જ ફિલ્મસિટીમાં દહેશતવાદ બંધ થવો જોઈએ. ઉપરાંત, હું સરકારને વિનંતી કરું છું કે એનડી સ્ટુડિયો સત્તાવાર રીતે તેમના પરિવારને સોંપવામાં આવે, એમ પ્રસાદ લાડે જણાવ્યું હતું.

બીજી તરફ સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર દેસાઈએ આઘાડી સરકાર દરમિયાન મુખ્ય મંત્રીને સ્ટુડિયો સરકાર હસ્તક લેવા માટે વિનંતી કરી હતી. સરકારે એ માટે પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ સ્ટુડિયોની જમીનની કિંમતની આકારણી કરતાં તે ચૂકવવાની આવતી રકમ વધુ હોવાથી મામલો અટક્યો હતો. દરમિયાન મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે તાજેતરમાં એડલવેઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડની અરજીને આધારે દેસાઈની કંપની એનડીની આર્ટ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ સામે લોન ડિફોલ્ટ પર કોર્પોરેટ નાદારીની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી હતી.

એડલવેઈસે ગયા વર્ષે કરજત ખાતે તેમના સ્ટુડિયોનું સંચાલન કરતી કંપની સામે રૂ. 252 કરોડના અવેતન દેવા માટે અરજી દાખલ કરી હતી. પેઢીએ 2016 અને 2018માં બે હપ્તામાં નાણાં ઊછીના લીધા હતા. 2020ની શરૂઆતથી ચુકવણી અટકી ગઈ હતી અને રોગચાળાને કારણે કંપનીની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. નાણાકીય લેણદારે નેશનલ ઇ-ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ (એનઇએસએલ) દ્વારા જારી કરાયેલા ડિફોલ્ટના રેકોર્ડ દ્વારા “દેવું” અને “ડિફોલ્ટ”ના અસ્તિત્વને સફળતાપૂર્વક સાબિત કર્યું છે, એનસીએલટીએ તેના 25 જુલાઇના એચવી સુબ્બા રાવ, સભ્ય દ્વારા પસાર કરેલા આદેશમાં જણાવ્યું હતું.

એડલવાઇઝે જણાવ્યું હતું કે પ્રથમ લોન કરારની શરતો હેઠળ રૂ. 200 કરોડથી વધુ અને બીજા કરાર હેઠળ લગભગ રૂ. 49 કરોડની બાકી રકમ હતી. 2016 માં, એનડીની આર્ટ વર્લ્ડ, નીતિન દેસાઈ, તેમની પત્ની નયના દેસાઈ અને કેએનડી ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ફાઈનાન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સહીકર્તા તરીકે રૂ. 150 કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. 31 કરોડ રૂપિયાની બીજી લોન લેવામાં આવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us