મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ફડણવીસની આગેવાની હેઠળની સરકાર પૂરી ટર્મ કર્યા પછી આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ એના પહેલા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે આગામી વર્ષે યોજનારી ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ને પાંચથી પણ વધારે બેઠક મળશે નહીં. સમર્થન માટે વિવિધ રાજકીય પાર્ટીના નેતાની મુલાકાત કરનારા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા રાણેએ અમદાવાદમાં કહ્યું હતું કે શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે ક્યારેય અન્ય રાજકીય નેતાઓના કાર્યાલય કે રહેઠાણ ખાતે ગયા નહોતા.

દેશમાં કોમન સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કરતા રાણેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આદિવાસીઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના સાહસિકો માટે ઘણું બધું કામકાજ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રધાને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે આ મુદ્દા પર મનાવવા માટે સરકાર સક્ષમ સાબિત થશે.

કેન્દ્રીય પ્રધાન રાણેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂરા કરવા નિમિત્તે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભાની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાથે સંબંધ તોડી અને મહાવિકાસ આઘાડી (એમવીએ) સામે સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

ગયા વર્ષે જૂન મહિનામાં શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં પાર્ટીના નેતૃત્વ સામે બળવો કર્યો હતો, ત્યારબાદ શિવસેનામાં વિભાજન થયું હતું અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની એમવીએની પાર્ટીનું પતન થયું હતું. શિંદેએ ભાજપના સમર્થનમાં 30 જૂન, 2022ના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

પત્રકારો સાથે વાત કરતા રાણેએ કહ્યું હતું કે ભાજપ અને એકનાથ શિંદેની સરકાર મહારાષ્ટ્રમાં મજબૂત બની રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસે હવે માત્ર 13-14 વિધાનસભ્ય બચ્યા છે. 2024ની વિધાનસભા ચૂંટણી બાદ તેની સંખ્યા સંખ્યામાં ગાબડું પડશે. એટલે પાંચ વિધાનસભ્યને બેઠક મળે તો નવાઈ રહેશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us