મુલુંડવાસી સાથે અંધશ્રદ્ધાના નામે થઈ 1 કરોડની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અંધશ્રદ્ધાનો ભોગ બનેલા મુલુંડ (પૂર્વ)ના નિલમનગરમાં મે રહેતાં શંકર એયર નામના શખ્સએ આશરે રૂા.એક કરોડની 31 રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. મુલુન્ડમાં પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી એફઆઈઆર અનુસાર ગોવંડી (ઈસ્ટ)માં દુર્ગામાતા જ્યોતિષ કેન્દ્ર ચલાવતા રાજશેખર શાસ્ત્રીના સંપર્કમાં નિલમનગરમાં રહેતાં શંકર ઐયર જ્યોતિષનું ગાઈડન્સ મેળવવા સંપર્કમાં આવ્યો હતો.

આરોપી શાસ્ત્રી અને ફરિયાદી એયર વચ્ચેના સંવાદમાં આરોપીએ ફરિયાદીને જણાવ્યું કે તેમની મૃતક પત્ની રાજમના આત્માને શાંતિ મળતી ન હોવાથી તેણીનો આત્મા આમતેમ ભટકે છે અને તેણીના આત્માને શાંત કરવામાં નહીં આવે તો તેણી ક્રોધે ભરાઈને એયર અને તેના પુત્ર માટે મોટી હાનિ સર્જશે. આમ આરોપીએ ફરિયાદીમાં ભય ઊભો કરીને શાંતિ માટે પૂજા કરવી પડશે એમ કહીને શરૂઆતમાં ઐયર પાસેથી રૂ.૧૩.૪૭ લાખ રોકડા લીધા.
થોડા દિવસો પછી એયરને આરોપીએ કહ્યું કે તેની પત્નીનો આત્મા કોઈ સ્ત્રીમાં પ્રવેશ્યો છે અને ઘરેણાંની માંગણી કરે છે. એની વાતમાં આવી જઈને ફરિયાદીએ તેની પાસેના સોનાના રૂા.૯૨.૪૨ લાખના ઘરેણાં આરોપીને આપી દીધા. વિધી પૂરી થયા બાદ ઘરેણાં પરત કરશે એવી આરોપીએ ફરિયાદીને હૈયાધારણા આપવા છતાં લાંબા સમય સુધી તકાદો કરવા છતાં ઘરેણાં પરત ન થતાં એયરએ મુલુન્ડ પોલીસમાં રૂા. ૧,૦૫,૯૦,૦૯૧ની રકમની તેમની સાથે ચિટીંગ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
