સામાન્ય નાગરિકોને તેમના બજેટ અને પસંદ અનુસાર ભાડેથી ઘર ઉપલબ્ધ કરી આપવા મ્હાડા પોતાનું પોર્ટલ લોન્ચ કરશે. પોર્ટલ તૈયાર કરવા આઠ કંપનીઓ ઈચ્છુક છે. આવતા અઠવાડિયે આ કંપનીઓ મ્હાડાના અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. એમાંથી એક કંપનીની પસંદગી કરીને પોર્ટલ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થશે.
કેન્દ્ર સરકારના નિતી આયોગના નિર્દેશ અનુસાર મહારાષ્ટ્ર સરકારે મ્હાડાની ભાડેથી આપવાના ઘરનું ધોરણ તૈયાર કરવા નોડલ એજન્સી તરીકે નિયુક્તી કરી છે. આ ધોરણની અમલબજાવણી માટે મહારાષ્ટ્ર સ્ટેટ રેન્ટલ હાઉસિંગ પોર્ટલ તૈયાર કરવામાં આવશે. એના માટે મ્હાડા તરફથી નવેમ્બર મહિનામાં ટેંડર જારી કરવામાં આવ્યા હતા. આ પોર્ટલના લીધે નાગરિકોને ઘર ભાડે લેવા કે આપવા માટે હવે દલાલો પર આધાર રાખવો નહીં પડે. ફક્ત નામમાત્ર જેટલો સર્વિસ ચાર્જ ભરીને નાગરિકો આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે.

બીમારી પર સારવાર માટે અનેક જણ મુંબઈ આવે છે. પણ પાંચથી છ મહિના જેટલા નાના સમયગાળા માટે રૂમ ભાડે મળવી મુશ્કેલ હોય છે. પોર્ટલના લીધે આ અડચણ દૂર થશે અને ઓછા સમય માટે પણ ઘર ભાડેથી મળી જશે. મ્હાડાના આ પોર્ટલ પર ભાડૂત વ્યવસ્થાપન, દેખભાળ નોંધ, ઉપલબ્ધ ઘરોની માહિતી, ભાડાકરાર, પોલીસ વેરિફિકેશન, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન જેવી પ્રક્રિયા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. તેથી ભાડેથી ઘર લેવું વધુ સહેલુ, સુરક્ષિત અને પરવડનારું થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
