
મુલુંડ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ નવા ફોજદારી કાયદાઓ – BNS, BNNS અને BSA 2023 અંગે સામાન્ય જનતા અને કાયદા અમલીકરણ સત્તાવાળાઓને ડીટેલમાં માહિતી આપવા માટે એક વર્કશોપનું આયોજન શુક્રવાર તા.7/2/2025 ના રોજ સાંજે 6.00 થી 7.30 વાગ્યા સુધી ધ ક્રાઉન બેન્ક્વેટ હોલ, વિકાસ સેન્ટર, મુલુંડ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુલુંડવાસીઓ સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં એડ. સંતોષ દુબે, ડીસીપી વિજયકાંત સાગર, વરિષ્ઠ PI અજય જોશી, કોકાટે સાહેબ, હીરાલાલ મૃગ, સંદીપ પોપટ તેમજ મુલુંડના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ વર્કશોપ દરમ્યાન એડ. સંતોષ દુબેએ ઉપસ્થિતોને જુના અને નવા કાયદા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. જેમાં ભારતીય દંડ સંહિતા કેવી રીતે ભારતીય ન્યાય સંહિતા બની, મહિલા સશક્તિકરણ માટેના કાયદાઓ અંગે, આતંકવાદીઓ ઉપર કેસ થતા પહેલા જે કાનૂની લાંબી પ્રક્રિયા દરમ્યાન તેઓ જે ગેરફાયદા ઉઠાવતા હતા તે માટે નવા કાયદામાં બદલાવ કરી કાનૂની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી તે અંગે, ફેમિલી ઝઘડાઓ માટેના કાયદમાં સુધાર, રોડ પર થતા એક્સીડન્ટ અંગેના કાયદાઓમાં સુધારાઓ, બાળમજુરી તથા કિન્નર માટેના નવા કાયદાઓ લાવવા અંગે, પંચનામા દરમ્યાન પોલીસ તથા વકીલો દ્વારા લેવાતા ગેરફાયદાઓ, કેવી રીતે સીસ્ટમ દ્વારા પણ કાયદાનો ગેરઉપયોગ કરાતો હતો વગેરે અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી.





નવા કાયદાઓમાં કેવી રીતે જજ ઉપર પણ કેટલાક બંધનકર્તા કાયદાઓ આવ્યા છે તેની છણાવટ કરી હતી. વર્કશોપ બાદ જાહેર જનતાએ પણ સવાલ-જવાબનો દૌર શરુ કરી તેમના મનની શંકા-કુશંકાઓ દુર કરી હતી અને આ પછી વધતા જતા સાયબર ક્રાઈમ પર પણ આ રીતનું વર્કશોપ યોજવા માટે દરખાસ્ત રાખી હતી. ચા-નાસ્તાની વ્યવસ્થા હીરાલાલભાઈ મૃગ તરફથી તથા હોલની વ્યવસ્થા સંદીપભાઈ પોપટ દ્વારા કરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
