ઉનાળામાં શરીરને ઠંડું રાખવા માટે હેલ્ધી ડ્રિંક્સ પીવા ફાયદાકારક સાબિત થાય છે. તમે તમારા ડાયટમાં જવના પાણીને સામેલ કરી શકો છો, જે ઉનાળામાં શરીરને ઠંડું રાખવાની સાથે અનેક સ્વાસ્થ્ય ફાયદા પણ આપે છે.
ઉનાળાની ઋતુ શરૂ થતા જ તરસ વધુ લાગે છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા થવા લાગે છે. પરસેવાના કારણે શરીરમાં પાણીની કમી સર્જાય છે, જેનાથી થાક અને પેટને લગતી સમસ્યાઓ વધે છે. ઘણીવાર ચક્કર આવે છે અને વારંવાર ઝાડા થઈ જાય છે. જો કે, તબિયત વધુ ખરાબ થાય છે કે પછી તબિયત ખરાબ હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલીકવાર ઘરેલું ઉપચારથી પણ રાહત મેળવી શકાય છે. આ માટે તમારે દેશી અને સસ્તો નુસખો અપનાવવાની જરૂર છે. તમે જવના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ એક પરંપરાગત હેલ્ધી ડ્રિંક છે, જેનો ઉપયોગ આપણા વડીલો વર્ષોથી કરતા આવ્યા છે. ચાલો જાણીએ રોજ જવનું પાણી પીવાથી શરીરને કયા-કયા ફાયદા થાય છે.

જવનું પાણી કયા રોગમાં આપવામાં આવે છે?
જવનું પાણી ઘણી બીમારીઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. તે કિડની સ્ટોન (પથરી), યુરિન ઈન્ફેક્શન અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. સાથે જ આ પાણી શરીરને ડિટોક્સિફાય કરવા, પાચન સુધારવા, વજન ઘટાડવા અને એસિડિટી કે પેટની બળતરા ઘટાડવાનું કામ કરે છે.
જવનું પાણી પીવાના ફાયદા
શરીરને રાખે છે ઠંડું: જવનું પાણી કુદરતી રીતે શરીરને ઠંડક આપે છે. સાથે જ જવનું પાણી હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદ કરે છે. ઉનાળામાં જવનું પાણી અમૃત સમાન છે.
ડિટોક્સમાં મદદરૂપ: જવનું પાણી શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી કિડની અને લીવર વધુ સારી રીતે કામ કરે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ: જવનું પાણી મેટાબોલિઝમ સુધારે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન કંટ્રોલમાં રહે છે.
પાચનતંત્ર મજબૂત બનાવે: જો તમને ગેસ, કબજિયાત કે અપચાની સમસ્યા રહેતી હોય, તો જવનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે પાચનતંત્રને સુધારે છે.

જવનું પાણી કેવી રીતે પીવું?
તમે આ પાણી ઘણી રીતે પી શકો છો. આ માટે તમારે 2 ચમચી જવ અને 1 ગ્લાસ પાણી જોઈશે. એક બાઉલમાં બન્ને વસ્તુઓ નાખો અને લગભગ 1 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને ગાળી લો અને તેમાં લીંબુનો રસ તથા મધ ઉમેરો. હવે આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરો અને ઠંડુ પાણી ઉમેરીને તેનું સેવન કરો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
