
થાણે ખાડી પુલ 3 પરની ઉત્તર બાજુ પણ માર્ચમાં વાહનવ્યવહાર માટે શરૂ થશે
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ઈગતપુરી-આમણે તબક્કાનું 100 ટકા કામ પૂરું થયંએ છે. હવે આ તબક્કાના કામ પર છેલ્લો હાથ ફેરવવામાં આવી રહ્યો છે.
આ કામ પૂરું થતાં જ આ તબક્કો માર્ચમાં વાહનવ્યવહાર માટે શરૂ કરવાનું નિયોજન મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળનું છે. તેથી નવા વર્ષમાં નાગપુર-મુંબઈ પ્રવાસ અતિઝડપી અને ફક્ત આઠ કલાકમાં પૂરો થશે.
થાણે ખાડી પુલ 3 પરની ઉત્તર બાજુ પણ માર્ચમાં વાહનવ્યવહાર માટે શરૂ થશે. મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેની મિસિંગ લિન્કનું કામ પૂરું થવામાં છે. મિસિંગ લિન્ક પણ નવા વર્ષમાં વાહનવ્યવહાર માટે શરૂ થશે. તેથી નવા વર્ષમાં મુંબઈ-પુણે પ્રવાસ ઝડપી થશે. એમએસઆરડીસી વિરાર-અલિબાગ મલ્ટિપર્પઝ હાઈવે, પુણે રિંગ રોડ, જાલના-નાંદેડ એક્સપ્રેસ હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તા પ્રકલ્પના કામ શરૂ કરવામાં આવશે. એકંદરે 2025નું વર્ષ રસ્તાઓના વિકાસને ઝડપી કરનારું હશે.

મુંબઈ-નાગપુર પ્રવાસ આઠ કલાકમાં પૂરો કરી શકાય એ માટે એમએસઆરડીસી નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ બાંધી રહ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં આ કામ પૂરું થશે અને માર્ચની શરૂઆતમાં આ તબક્કો વાહનવ્યવહાર માટે શરૂ થશે એવી માહિતી એમએસઆરડીસીના વ્યવસ્થાપકીય સંચાલક અનિલકુમાર ગાયકવાડે આપી હતી.
મુંબઈ-નાગપુર પ્રવાસ અતિઝડપી કરવા સાથે જ એમએસઆરડીસીએ મુંબઈ-પુણે પ્રવાસ સહેલો કરવા બે પ્રકલ્પ શરૂ કર્યા છે. એમાંથી એક એટલે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ખપોલી-કુસગાવ નવો માર્ગ અર્થાત મિસિંગ લિન્ક અને બીજો પ્રકલ્પ એટલે થાણે ખાડી પુલ પ્રકલ્પ 3 છે.
થાણે ખાડી પુલ 1 અને 2 પર વાહનોનો ભાર ઓછો કરવા થાણે ખાડી પુલ 2ને સમાંતર એવો થાણે ખાડી પુલ 3 બાંધવામાં આવી રહ્યો છે. 1.837 કિમી લાંબા આ પુલની દક્ષિણ બાજુ (મુંબઈથી પુણે જતી બાજુ) સપ્ટેમ્બરમાં વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવી છે.
હવે માર્ચમાં ઉત્તર તરફથી (પુણેથી મુંબઈ આવતી) લેનનું લોકાર્પણ કરીને એ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. મિસિંગ લિન્કનું કામ ઝડપથી ચાલુ છે અને જૂન 2025 સુધી વાહનવ્યવહાર માટે શરૂ કરવાનું એમએસઆરડીસીનું નિયોજન છે. આ માર્ગ ખુલ્લો થતા મુંબઈ-પુણે પ્રવાસનો સમય 25 મિનિટ ઓછો થશે.

અલિબાગ-વિરાર મલ્ટિપર્પઝ હાઈવે
મુંબઈ મહાનગર પ્રદેશના વિકાસની દષ્ટિએ અત્યંત મહત્વનો પ્રકલ્પ એટલે અલિબાગ-વિરાર મલ્ટિપર્પઝ હાઈવે છે. અનકે વર્ષ સુધી રખડી પડેલો આ પ્રકલ્પ નવા વર્ષમાં પાટે ચઢશે. આ પ્રકલ્પ માટેના કોન્ટ્રેક્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આગામી થોડા દિવસમાં ભૂસંપાદનના પ્રશ્નનો ઉકેલ કાઢીને 2025માં આ પ્રકલ્પના કામની શરૂઆત કરવામાં આવશે.
વિવિધ પ્રકલ્પોને ગતિ
2025માં પુણેમાં અંતર્ગત પરિવહન વ્યવસ્થા મજબૂત કરવા શરૂ કરવામાં આવેલા રિંગ રોડના કામ શરૂઆત કરવામાં આવશે. આ પ્રકલ્પમાં ભૂસંપાદન પૂરું થયું છે અને કોન્ટ્રેક્ટરને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. એ જ સમયે જાલના-નાંદેડ એક્સપ્રેસ હાઈવે (સમૃદ્ધિ એક્સપ્રેસ વે એક્સટેન્સન) પ્રકલ્પ સહિત નાગપુર-ચંદ્રપુર, ભંડારા-ગડચિરોલી અને નાગપુર-ગોંદિયા એક્સપ્રેસ વેના કામની શરૂઆત કરવાનું નિયોજન હોવાની માહિતી ગાયકવાડે આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
