September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

કેમ્પ્સ કોર્નર ગોદરેજ ચોકમાં મોર્મોન પતંગિયાનું શિલ્પ

ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસ દ્વારા તારદેવના કેમ્પ્સ કોર્નર સ્થિત ગોદરેજ ચોક ખાતે કાયમી પ્રદર્શન તરીકે મહારાષ્ટ્ર રાજ્યનું પતંગિયું બ્લુ મોર્મોન બટરફ્લાયનું શિલ્પ ગોઠવવામાં આવ્યું છે. તેનું ઉદઘાટન મહાપાલિકાના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર શરદ ઉઘડે, ડો. ફિરોઝા ગોદરેજ, સ્મિતા કૃષ્ણા અને ગોદરેજ કન્સ્ટ્રકશનના એસવીપી અને બિઝનેસ હેડ અનુપ મેથ્યુ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

કળાકૃતિ ગોદરેજ ફેક્ટરીના કુશળ ધાતુના કારીગરો દ્વારા તૈયાર અને સક્ષમ રીતે ઘડવામાં આવી છે. આ પતંગિયાની જાતિ ખાસ કરીને મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ, તેની આસપાસ અને ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કમ અને દક્ષિણ ભારતમાં ચોક્કસ સ્થળે મળી આવે છે. 10 ફીટ ઊંચી અને 5 ફીટ પહોળી કલાકૃતિ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કોમ્પ્લેક્સ એરોસ્પેસ પાર્ટસનું ઉત્પાદન કરતી કંપનીની ફેક્ટરીઓ ખાતે મળી આવતા રિપર્પઝ્ડ સ્ટેઈનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને ફક્ત એક મહિનાના ટૂંક સમયમાં ઘડવામાં આવી છે.

બ્લુ મોર્મોન બટરફ્લાયની કળાકૃતિનું ઉદઘાટન કરતાં શરદ ઉઘડેએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રનું પતંગિયું બ્લુ મોર્મોનની કળા ગોઠવણી સ્થાનિક જૈવવૈવિધ્યતાનો ઉત્તમ સંકેત છે. આ પહેલ મહાપાલિકા અને ગોદરેજ એન્ડ બોયસના એકત્રિત પ્રયાસ છે, જે મુંબઈ શહેરના સુશોભિકરણમાં યોગદાનના ભાગરૂપ છે.”

આ રીતે કળાકૃતિની ગોઠવણી
પતંગિયું ખડકો અને બ્લુ મોર્મોન જાતિના ઘણા બધા છોડ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. બગીચામાં ઘરઆંગણાના અને સ્થાનિક જાતિના વૃક્ષારોપણ સાથે તેની આસપાસ ફૂટપાથ બનાવવામાં આવી છે, જે રિસાઈકલ કરાયેલા પેવર્સમાંથી બનાવવામાં આવી છે. આથી દેખીતી રીતે જ તે સતર્ક જાહેર જગ્યાને પ્રમોટ કરે છે. કંપની મુંબઈમાં મહાપાલિકાના 4 બગીચા અને ટ્રાફિક આઈલેન્ડ્સની જાળવણી કરે છે અને એનજીઓ પ્રોજેક્ટ મુંબઈને મુંબઈમાં બગીચાઓમાં લાઈબ્રેરીઓ નિર્માણ કરવામાં મદદ કરે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us