રોટલીના લોટ માટે જ્યારે ઘઉં દળાવો કે ઘરે દળો ત્યારે તેમાં આ પ્રકારના દાણા ઉમેરી દેવાનું શરુ કરો. આ 2 વસ્તુ ઉમેરીને તમે ઘઉં દળશો તો તમને રોટલી માટે દુનિયાનો સૌથી હેલ્ધી અને પોષકતત્વોથી ભરપુર લોટ મળશે.
જે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખતા હોય તેઓ ઘઉંનો લોટ ખાવાનું કાઢતા હોય છે. ઘઉંના લોટમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તેમાં ગ્લુટન પણ હોય છે જેના કારણે જે લોકોનું વજન વધારે હોય ડાયાબિટીસ હોય, પાચન સંબંધિત સમસ્યા હોય તેઓ પણ ઘઉંનો લોટ ખાવાનું ટાળે છે. પરંતુ દરેક વ્યક્તિએ ઘઉંનો લોટ ખાવાનું બંધ કરવાની જરૂર હોતી નથી. તમે બિન્દાસ રોટલી માટે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો. બસ ઘઉંના લોટને હેલ્થી બનાવી દો. આજે તમને ઘઉંના લોટને હેલ્દી કેવી રીતે બનાવવો તે જણાવી દઈએ.

રોટલી માટે તમે ઘઉં ઘરે દળતા હોય કે પછી બહાર દળાવતા હોય તેમાં 2 વસ્તુ એડ કરવાની શરૂઆત કરી દો. જ્યારે પણ ઘઉં દળાવો ત્યારે તેમાં આ બે પૌષ્ટિક વસ્તુ એડ કરવાનું શરૂ કરો. આ રીતે તૈયાર કરેલો લોટ પોષક તત્વોથી ભરપૂર અને શરીર માટે ફાયદાકારક બની જાય છે. એટલે કે તમે ઘઉંના લોટની પોચી પોચી રોટલી ખાઈ પણ શકો છો અને તેનાથી તમારા શરીરને ફાયદો પણ થશે.
ઘઉંમાં શું ઉમેરવું ?
ઘઉંના લોટને હેલ્થી અને પૌષ્ટિક બનાવવા માટે ઘઉં દળાવો ત્યારે તેમાં સોયાબીન અને ચણા ઉમેરવાનું શરૂ કરો. જો ઘઉં દળાવતી વખતે તેમાં ચણા ન ઉમેરવા હોય તો લોટ તૈયાર થઈ જાય પછી તેમાં ચણાનો લોટ ઉમેરી દો. ઘઉં અને સોયાબીન તેમજ ચણાના માપની વાત કરીએ તો જો તમે 5 કિલો ઘઉં લોટ માટે દળાવતા હોય તો તેમાં 500 g સોયાબીન અને 500 ગ્રામ ચણાની દાળ અથવા તો ચણા ઉમેરી દો. જો તમે ચણાનો લોટ ઉમેરવા માંગો છો તો 500 ગ્રામ ચણાનો લોટ 5 કિલો ઘઉંના લોટમાં ઉમેરી દો. આ રીતે તૈયાર કરાવેલા લોટમાંથી દુનિયાની સૌથી હેલ્ધી રોટલી બનશે.

ઘઉંનો લોટ ન ખાવો તે વાત સાથે તમે સહમત ન હોય તો તમે ઘઉંના લોટને હેલ્ધી બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે તૈયાર કરાવેલો ઘઉંનો લોટ ખાવાથી શરીર નેચરલી ટ્રાન્સફોર્મ થવાની શરૂઆત થશે અને તમે હેલ્ધી અનુભવ કરશો. સોયાબીન અને ચણાના લોટનો ઉપયોગ કરવાથી લોટમાં પ્રોટીન, ફાઇબર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વ વધી જાય છે. આ લોટની બે રોટલી પણ ખાશો તો પેટ ભરાયેલું લાગશે અને સાથે જ શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી જશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
