મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (Legislative Council elections)માં શિવસેના (યુબીટી) દ્વારા એકપક્ષી નિર્ણય લઈને ઉમેદવારો ઊભા રાખવાનો આરોપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાના બીજા દિવસે બંને પાર્ટી વચ્ચે આ મુદ્દે સમજૂતી સધાઈ હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે જાહેર કરવામાં આવેલી સમજૂતીની વિગતો મુજબ ચારમાંથી ત્રણ બેઠક પર શિવસેના (યુબીટી) ઉમેદવાર આપશે, જ્યારે એક પર કૉંગ્રેસનો ઉમેદવાર રહેશે.

ચાર વિધાન પરિષદની દ્વિ-વાર્ષિક ચૂંટણીમાં  મુંબઈ સ્નાતક મતદારસંઘ, કોંકણ સ્નાતક મતદારસંઘ, મુંબઈ શિક્ષક મતદારસંઘ અને નાશિક શિક્ષક મતદારસંઘનો સમાવેશ થાય છે.

શિવસેના (યુબીટી) મુંબઈ સ્નાતક, મુંબઈ શિક્ષક અને નાશિક શિક્ષક મતદારસંઘમાં ઉમેદવાર આપશે, જ્યારે કૉંગ્રેસ કોંકણ સ્નાતક મતદારસંઘમાં ઉમેદવાર આપશે. સમજૂતીને આધારે કૉંગ્રેસ મુંબઈ સ્નાતક અને નાશિક શિક્ષક મતદારસંઘના ઉમેદવારો પાછા ખેંચી લીધા હતા. ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસ બાદ હવે  મુંબઈ શિક્ષક મતદારસંઘમાં શિવસેના (યુબીટી)ના જે.એમ. અભ્યંકર, શિવનાથ દરાડે (ભાજપ દ્વારા સમર્થન પ્રાપ્ત અપક્ષ), સુભાષ મોરે (શિક્ષક ભારતી) અને શિવાજીરાવ નલાવડે (એનસીપી) વચ્ચે જંગ છે.

મુંબઈ સ્નાતક મતદારસંઘમાં શિવસેના (યુબીટી)ના અનિલ પરબ અને ભાજપના કિરણ શેલારનો સીધો મુકાબલો થશે. નાશિક શિક્ષક મતદારસંઘમાં શિવસેના (યુબીટી)ના સંદીપ ગુલવે, શિવસેનાના કિશોર દરાડે, એનસીપીના મહેન્દ્ર ભાવસાર અને અપક્ષ વિવેક કોલ્હે વચ્ચે જંગ ખેલાશે. કોંકણ સ્નાતક મતદારસંઘમાં ભાજપના નિરંજન ડાવખરેનો સીધો મુકાબલો કૉંગ્રેસના રમેશ કીર સાથે થશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us