July 20, 2024
11 11 11 AM
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
શેરબજારમાં અવિરત તેજીનો વરસાદ, સેન્સેક્સ પ્રથમ વખત 81000ને પાર બંધ
Breaking News
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે શેરબજારમાં અવિરત તેજીનો વરસાદ, સેન્સેક્સ પ્રથમ વખત 81000ને પાર બંધ

મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હોટ્ટલ ગામમાં સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્વ વિભાગને 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, ચાલુક્ય કાળમાં મંદિરો માટે પ્રસિદ્ધ હોટ્ટલમાં સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્વ વિભાગને ત્રણ  શિલાલેખ પણ મળી આવ્યા છે. 

ઐતિહાસિક મંદિરોના સંરક્ષણ કાર્ય દરમિયાન મળી આવ્યું મંદિર

તેમાં એ દાતાઓનો ઉલ્લેખ છે જેમણે 1070 ઈસવીસનની આસપાસ આ મંદિરોના નિર્માણમાં યોગદાન આપ્યુ હતું. આ વિસ્તાર એક સમયે કલ્યાણી ચાલુક્યોની રાજધાની હતો. તે પોતાના મંદિર પરિસર માટે પ્રસિદ્ધ છે. અહીં સ્થિત કેટલાક ઐતિહાસિક મંદિરોના સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્વ વિભાગના અધિકારીઓની ટીમને એક મંદિર પાસેના કાટમાળને સાફ કરતી વખતે શિવ મંદિરના મૂળભૂત પાયો મળી આવ્યો છે.

મોટી સંખ્યામાં ઈંટો પણ મળી આવી

રાજ્ય પુરાતત્વ વિભાગના નાંદેડ વિભાગના પ્રભારી અમોલ ગોટેએ જણાવ્યું કે, સ્ટ્રક્ચર શોધવા માટે ચાર ખાડા ખોદવામાં આવ્યા હતા. અહીં ભગવાન શિવના મંદિરનો પાયો મળી આવ્યો જેમાં શિવલિંગ પણ હતું. આ ઉપરાંત અમને મોટી સંખ્યામાં ઈંટો પણ મળી છે, જે દર્શાવે છે કે મંદિરના નિર્માણમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us