
મુંબઈ એરપોર્ટ પરનો ભાર ઓછો કરવા માટે નવી મુંબઈમાં નવું એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ખાસ હસ્તીઓ અને સેલિબ્રિટીઝ માટે અલગ ટર્મિનલ તૈયાર કરવાની યોજના છે. નવા ટર્મિનલનું બાંધકામ 2026માં શરૂ થશે અને 2030 સુધીમાં તૈયાર થઈ જશે. ત્યાર બાદ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી ખાસ હસ્તીઓ અને સેલિબ્રિટીઝ આ ટર્મિનલનો ઉપયોગ કરી શકશે.

મુંબઈ ખાસ કરીને સુપરરીચ કહો કે પછી બોલીવુડ સ્ટાર્સ, ટોચના રાજકારણીઓના રહેઠાણ તેમ જ ઉદ્યોગપતિની સાથે સાથે અબજોપતિઓ માટે આગામી વર્ષોમાં અલગ ટર્મિનલની ફાળવણી થાય તો નવાઈ થશે નહીં. 2030 સુધીમાં પૂરા થનારા ત્રીજા તબક્કા દરમિયાન અલગ ટર્મિનલના નિર્માણની યોજના છે, જે એરપોર્ટના વિસ્તરણ અને વીવીઆઈપી-એક્સક્લુસિવ ટર્મિનલનો ભાગ હશે. 2026માં તેના બાંધકામની શરુઆત થશે, જ્યારે 2030 સુધીમાં કાર્યરત થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
