
કચ્છ યુવક સંઘ દ્વારા બોરીવલી અને ડોમ્બિવલીમાં કાજલ હિન્દુસ્તાનીનું હિન્દુત્વ વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. કાજલ હિન્દુસ્તાની હિન્દુત્વ, લવ જેહાદ, ભૂમિ જેહાદ, દુનિયા આખીમાં જાતિવાદની વિકૃતિઓ ફેલાવવાની રણનીતિ, ભારતમાં સામાજિક બૂરાઈઓ વગેરે વિષયો પર ભારત અને દુનિયાભરમાં અનેક સ્થળોએ પ્રવચન આપવા ભ્રમણ કરતાં રહે છે.

શનિવાર, ૧૮ જાન્યુઆરીનું પ્રવચન સાંજે ૬ વાગ્યે બોરીવલી-ઈસ્ટમાં દેવીદાસ લેન પર બ્રહ્માકુમારી ગાર્ડનની પાછળ આવેલા જ્ઞાનવિહાર ઍમ્ફી થિયેટરમાં યોજાશે. વધુ માહિતી માટે કન્વીનર માનસી ગંગરનો 98191 91639 નંબર પર સંપર્ક કરવો. રવિવારનું પ્રવચન બપોરે ૩ વાગ્યે ડોમ્બિવલી-ઈસ્ટમાં દેશલપાડામાં નવનીત નગરમાં આવેલા નવનીત કમ્યુનિટી હૉલમાં યોજાશે. એ વિશે વધુ માહિતી માટે કન્વીનર પંકજ કારાણીનો 98202 60333 નંબર પર સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
