માંડ માંડ શાંતિ તરફ વળી રહેલું મિડલ ઈસ્ટ વળી પાછું ભડકે બળી રહ્યું છે. રવિવારે મોડી રાતે ઈરાને ઈઝરાયેલ પર હુમલા કર્યા. જેના જવાબમાં હવે સોમવારે વહેલી સવારે ઈઝરાયેલે પણ ઈરાના અનેક સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને મોટો હવાઈ હમલો કર્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાને ઉત્તરી ઈઝરાયેલ પર કરેલા હુમલાનો તેઓ જવાબ ન આપે. એવા પણ સમાચાર હતા કે નેતન્યાહૂએ તે વખતે ટ્રમ્પની વાત માની પણ લીધી હતી. પરંતુ આમ છતાં ઈઝરાયેલે ઈરાનના અનેક ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે.
IDF: 'Israeli Air Force struck military targets belonging to terror regime in central and western Iran'https://t.co/QSmxNc3CIl pic.twitter.com/Q97YTbNnTB
— RT (@RT_com) June 8, 2026
ઈરાની ન્યૂઝ એજન્સી IRNA મુજબ દેશમાં અનેક ઠેકાણાઓને ટાર્ગેટ કરાયા છે. ઈઝાયેલે ઈરાનની રાજધાની તહેરાન, તબ્રીજ અને પશ્ચિમ ઈરાનના કેટલાક અન્ય ભાગોમાં મિસાઈલોથી હુમલા કર્યા છે. લેબનોનની રાજધાની બેરૂતથી પણ ધડાકાના અવાજ સંભળાયા.

બીજી બાજુ ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ હુમલાઓની પુષ્ટિ પણ કરી અને કહ્યું કે થોડા સમય પહેલા ઈઝરાયેલી એરફોર્સે પશ્ચિમી અને મધ્ય ઈરાનમાં ઈરાની આતંકી શાસનના મિલેટ્રી ઠેકાણાઓ પર હુમલા કર્યા. મળતી માહિતી મુજબ ઈઝરાયેલ ઈરાન પર ફરીથી મોટા હુમલાની તૈયારી પણ કરી રહ્યું છે.
ઈરાને હુમલાની કરી પુષ્ટિ
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ સોમવારે એક નિવેદન બહાર પાડીને આ હુમલાની સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે જાયોની દુશ્મન (ઈઝરાયેલ)એ ઈરાનની સરહદ અંદર હુમલા કર્યા. આ હુમલામાં હવાથી છોડવામાં આવતી બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ થયો છે.
ઈસ્ફહાનમાં ઓછામાં ઓછા 3 મોટા ધડાકાના અવાજ સંભળાયા છે આ ઉપરાંત તહેરાન, તબ્રીજ, અને કરજ શહેરમાંથી પણ ભારે ધડાકાના અવાજ સંભળાયા છે. જો કે ઈઝરાયેલનો દાવો છે કે કોઈ પણ ઈઝરાયેલી વિમાન ઈરાની એરસ્પેસમાં દાખલ થયું નથી.
અત્રે જણાવાનું કે ઈઝાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વિરે હાલમાં કહ્યું હતું કે તહેરાનો બળવું જ પડશે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ છે કે ઈઝરાયેલ આ વખતે પીછેહટના મૂડમાં નથી.

ઈઝરાયેલમાં હાઈ એલર્ટ
ઈરાન પર હુમલા બાદ ઈઝરાયેલ પણ કોઈ પણ સંભવિત જવાબી કાર્યવાહીની આશંકાથી દેશમાં એલર્ટ જાહેર કર્યું છે. ઈઝરાયેલના હોમ ફ્રંટ કમાન્ડે સુરક્ષા કારણોસર દેશના તમામ સ્કૂલોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તમામ હોસ્પિટલોને અંડરગ્રાઉન્ડ રીતે કામ કરવાના નિર્દેશ આપ્યા છે.
કેમ ભડક્યું હતું ઈરાન
છેલ્લા બે મહિનાથી ચાલુ યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયેલ પર ઈરાનનો આ પહેલો હુમલો છે. ઈરાને આ મિસાઈલ હુમલો ઈઝરાયેલના બેરૂત પર એરસ્ટ્રાઈક બાદ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલી મીડિયા મુજબ રાતે લગભગ 10 વાગે ઈઝરાયેલના ઉત્તરી ભાગ પર લગભગ 10 મિસાઈલો છોડવામાં આવી હતી. ઈરાને કહ્યું કે આ મિસાઈલો બેરૂતના દક્ષિણ ઉપનગર દાહિએ પર ઈઝરાયેલના હુમલાના જવાબમાં છોડવામાં આવી હતી. ઈઝરાયેલે બેરૂત હુમલામાં ઈરાનના પ્રોક્સી હથિયારધારી સમૂહ હિજબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું.
ઈઝરાયેલે ઈરાનના હુમલાનો બદલો લેવાના સોગંધ પણ લીધા હતા. ઈઝરાયેલ સેના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ એયાલ જમીરે કહ્યું કે ઈઝરાયેલ તહેરાનના જવાબી હુમલા માટે તૈયાર છે. પરંતુ તે રાજનીતિક નેતૃત્વની મંજૂરી રાહ જુએ છે.
ટ્રમ્પે કહ્યું હતું કે હુમલાનો જવાબ ન આપતા
જો કે હુમલાના થોડા સમય બાદ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ નેતન્યાહૂને જવાબી કાર્યવાહી ન કરવા માટે જણાવશે. ટ્રમ્પે કહ્યું કે તેનાથી ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતની ગાડી પાટા પરથી ઉતરી શકે છે. જેના વિશે તેમનો એવો દાવો છે કે આ પરિણામ જલદી આવવાની તૈયારી છે.

ટ્રમ્પે ઈઝરાયેલી બ્રોડકાસ્ટર ચેનલ 12ને જણાવ્યુંકે હું હમણા બીબી (નેતન્યાહૂ)ને ફોન કરીને તેમને કહીશ કે તેઓ કોઈ જવાબી કાર્યવાહી ન કરે. બંનેએ પોતપોતાનું કામ કરી લીધુ છે. ઈઝરાયેલે હુમલો કર્યો અને ઈરાને પણ હુમલો કર્યો. હવે આપણે વધુ હુમલાની જરૂર નથી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે હું નથી ઈચ્છતો કે આજે રાતે કોઈ હુમલા થાય. આ બધા વચ્ચે અમેરિકી મીડિયાએ કહ્યું કે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
