ગોરેગાવ માગાઠાણે ડીપી રોડ વાયા લોખંડવાલા કોમ્પ્લેક્સ બનીને તૈયાર છે, જેનું ઉદઘાટન શિવસેના શિંદે જૂથ અને ભાજપના નેતાઓની હાજરીમાં કરાયું હતું. ખાસ કરીને આ માર્ગના નિર્માણમાં કાંદિવલી પૂર્વના વિધાનસભ્ય અતુલ ભાતખળકરનું પણ યોગદાન રહ્યું છે.
ગયા વર્ષે વિધાનમંડળના સત્રમાં આશ્વાસન આપ્યું હતું કે આ ડીપી રોડનું કામ ટૂંક સમયમાં પૂરું કરાશે. હવે તે કામ પૂરું થતાં લાખ્ખો વાહનચાલકોને દિલાસો મળ્યો છે. આ ડીપી રોડને કારણે જનતાનો સમય બચશે. 2017માં પહેલી વાર વિધાનમંડળમાં આ મુદ્દો ભાતખળકરે ઉઠાવ્યો હતો, જે પછી વારંવાર આ મુદ્દો વિધાનસભામાં આવતો હતો. સદનસીબે 10 વર્ષ પછી આ રોડ ખુલ્લો મુકાયો છે.

દાયકાઓ પૂર્વે ડેવલપમેન્ટ પ્લાનમાં આ રસ્તાનું નિયોજન કરાયું હતું. જોકે આ માર્ગમાં બાંધકામો નિર્માણ થતાં તેમનું પુનર્વસન જરૂરી બની ગયું હતું. આ પ્રક્રિયામાં વર્ષો વીતી ગયાં. જોકે હવે આ રસ્તો બની જતાં લાખ્ખો લોકોનું સપનું સાકાર થયું છે. વાહનચાલકોનો કીમતી સમય બચી જશે.
સ્થાનિકોએ બહુ સંયમ બતાવ્યો. ઈરાદો પાકો હોય તો કશું પણ શક્ય છે અને કોઈ પણ અવરોધ તમને રોકી નહીં શકે એ આ પરથી જણાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
