મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે પોષણ અને વધારે શક્તિની જરૂર પડે છે. એટલા માટે જ 30 વર્ષ પછી દરેક મહિલાઓ આ 5 સુપરફુડને આહારમાં સામેલ કરવા જોઈએ. તેનાથી વધતી ઉંમરે થતી ઘણી સમસ્યાથી બચી શકાય છે.
મોટાભાગે એવું જોવા મળે છે કે પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની વાત આવે તો બેદરકારી કરતી હોય છે. હકીકતમાં તો એવું છે કે મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધારે એનર્જી, વધારે પોષણની જરૂર હોય છે. અને તેના માટે રોજ આહારમાં કેટલીક હેલ્ધી વસ્તુઓ લેવી જરૂરી હોય છે.
મહિલાઓ માટે રોજ પોષક તત્વથી ભરપૂર વસ્તુ લેવી જરૂરી છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી જ્યારે શરીરમાં ધીરે ધીરે પ્રી મેનોપોઝના લક્ષણો દેખાવા લાગે ત્યારે શરીરમાં પોષક તત્વોની ખામી હોય તો બીમારીઓ વધવા લાગે છે. આવું ન થાય તે માટે મહિલાઓએ 30 વર્ષ પછી પોતાના આહારમાં આ 5 સુપરકુડનો સમાવેશ કરી લેવો જોઈએ.
30 વર્ષની ઉંમર પછી મહિલાઓ જો ખાવા પીવામાં બેદરકારી રાખે તો તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવાનું શરૂ થઈ જાય છે. એટલા માટે જ આજે તમને 5 સુપરફૂડ વિશે જણાવીએ જે મહિલાઓને એનર્જી અને પોષણ આપે છે અને બીમારીઓથી બચાવવામાં મદદ પણ કરે છે.

મહિલાઓ માટેના 5 સુપર ફૂડ
દૂધ
બાળકોને દૂધ પીવડાવવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે મહિલાઓ પણ રોજ એક ગ્લાસ દૂધ પીવે. કેલ્શિયમ અને વિટામિન ડીની ખામી પુરી કરવા માટે દૂધને રોજના આહારમાં સામેલ કરવું જોઈએ. દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે.
દાળ અને કઠોળ
અલગ અલગ દાળ અને કઠોળ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેનાથી હૃદયની બીમારી બેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. દાળ અને કઠોળ ખાવાથી આહાર સંતુલિત થાય છે અને શરીરના હોર્મોન્સ બેલેન્સ રહે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ વધતું અટકે છે.
દહીં
30 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ પોતાના આહારમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ. દહીંમાં રહેલા ગુડ બેક્ટેરિયા ગટ ક્લીન કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે. દહીંનું સેવન કરવાથી અલ્સર અને વજાઈન ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટી શકે છે. દહીં પણ શરીરની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરે છે.

બેરીસ
સીઝન અનુસાર મળતી વિવિધ પ્રકારની બેરીઝ પણ આહારમાં લેવી જોઈએ.. રાસબેરી, બ્લુબેરી, ક્રેનબેરી વગેરેમાં એન્ટી કેન્સર તત્વો હોય છે. રિસર્ચ અનુસાર આ અલગ અલગ પ્રકારની બેરીસ થવાથી બ્રેસ્ટ અને પેટના કેન્સરનું જોખમ ઓછું કરવામાં મદદ મળી શકે છે. અલગ અલગ પ્રકારની બેરીઝ વિટામીન સી અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે.
ટમેટા
સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ ટમેટાનું સેવન કરવું જોઈએ. ટમેટામાં લાયકોપીન નામનું તત્વ હોય છે. સાથે જ ટમેટામાં જરૂરી એન્ટિઓક્સિડન્ટ હોય છે જે હૃદયની બીમારી સામે લડવામાં મદદ કરે છે અને સ્કીનને હેલ્ધી બનાવી રાખે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
