
ધારાવીમાં તમામ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક બંધ કરવા જોઈએ. ધારાવી નોટિફાઇડ એરિયા (DNA)માં હાલના ટેનામેન્ટ્સ અને ખાલી જમીનને ઓળખવા માટે 2023નો ડ્રોન સર્વે બેન્ચમાર્ક તરીકે કામ કરશે. આ સર્વેક્ષણ પછી બાંધવામાં આવેલા કોઈપણ નવા માળખા અથવા વિસ્તરણને ગેરકાયદેસર ગણવામાં આવશે અને તે રીડેવલમેન્ટનો લાભ નહીં મેળવી શકે તેમ ધારાવી રિડેવલમેન્ટ પ્રોજેકટ DRP અધિકારીએ જણાવ્યું હતું.
ધારાવી પુનર્વિકાસ યોજના હેઠળ ઘરો સુરક્ષિત કરવા માટે ધારાવી નોટિફાઇડ એરિયામાં DNAમાં કોઈપણ ખાલી જમીન પર કોઈપણ નવા બનેલા ઉપલા માળ, રિટ્રોફિટેડ ટેનામેન્ટ્સ અને નવા બાંધકામો ગેરકાયદે ગણાશે. “DRP અને મહાપાલિકા દ્વારા સંકલિત કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂર પડે તો, DRP આવા ટેનામેન્ટ્સને પુનર્વસન પેકેજ અને તેના લાભોથી વંચિત રાખવાની શક્યતા પર ગંભીરતાથી વિચાર કરશે,” તેમ DRPના સીઇઓ એસ વી આર શ્રીનિવાસે જણાવ્યું હતું.

દાયકાઓના નિષ્ફળ પ્રયાસો પછી, એશિયાની સૌથી મોટી અને ભારતની સૌથી અનોખી ઝૂંપડપટ્ટીનો લાંબા સમયથી રાહ જોવાતી રીડેવલમેન્ટની કામગારી આખરે શરૂ થઇ છે. જોકે, થોડા રહેવાસીઓના લોભ અને જમીન માફિયાઓના પ્રભાવને કારણે ધારાવીમાં અનધિકૃત બાંધકામો ઉભા થયા છે જેના કારણે અનિયંત્રિત કબ્જા-અતિક્રમણ અને રહેવાની સ્થિતિ વધુ વિકટ થઈ છે.
વર્ષ ૨૦૧૯માં મહાપાલિકાએ ધારાવીમાં મોટા પાયે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરી હતી. જી-નોર્થ વોર્ડના તત્કાલીન સહાયક મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે અનધિકૃત બાંધકામ “વારંવાર થતી સમસ્યા” છે, અને BMC આવા ગુનેગારોને “માફિયા” તરીકે ઓળખશે. “અમે તેમને ગેરકાયદેસર બાંધકામમાં મદદ કરતા માફિયા તરીકે ઓળખીશું અને પોલીસ તેમની સામે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટીઝ (MPDA) એક્ટ હેઠળ કાર્યવાહી કરશે,” એમ તેમણે ઉમેર્યુ હતું.
ડિસેમ્બર ૨૦૨૩માં, BMCએ કલેક્ટર ઓફિસને પત્ર લખીને આવા ગેરકાયદે કબજા- અતિક્રમણ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. તે સમયે નોટિસ જારી કરવામાં આવી હતી, ત્યારે ફક્ત થોડા જ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, જે પડકાર દર્શાવે છે. જોકે, મૂળ ધારાવીકર પુનઃવિકાસમાં આગળ વધવા માટે ઉત્સુક છે અને પ્રગતિ ઝંખી રહ્યા છે. તેમને ડર છે કે ચાલુ પુનર્વિકાસ જેવા તાત્કાલિક હસ્તક્ષેપ વિના, ધારાવી વધુ બેકાબુ થતાંજાહેર આરોગ્ય અને માળખાગત સુવિધાઓ વધુ બગડી શકે છે. ધારાવીકરોને એ બાબતની ખુશી છે કે પુનર્વિકાસ પ્રોજેક્ટ આખરે શરૂ થઈ ગયો છે.

1 જાન્યુઆરી, 2000 પહેલાંનાં ઘર
૧ જાન્યુઆરી, ૨૦૦૦ પહેલા ધારાવીમાં સ્થાયી થયેલા ગ્રાઉન્ડ ફ્લોરના રહેવાસીઓને ધારાવીમાં ૩૫૦ ચોરસ ફૂટના ઘરો ફ્રી માં મળશે. ૧ જાન્યુઆરી, ૨૦૦૦ થી ૧ જાન્યુઆરી, ૨૦૧૧ ની વચ્ચે સ્થાયી થયેલા ગ્રાઉન્ડ ફ્લોર રહેવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ધારાવીની બહાર ૩૦૦ ચોરસ ફૂટના ઘરો ૨.૫ લાખ રૂપિયાના નજીવા ખર્ચે મળશે. ૧૫ નવેમ્બર, ૨૦૨૨ સુધીના બધા ઉપરના માળના બાંધકામો અને ૧ જાન્યુઆરી, ૨૦૧૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૨ વચ્ચે બાંધવામાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર ટેનામેન્ટ્સને ધારાવીની બહાર ભાડા પર ખરીદીના વિકલ્પ સાથે ભાડાના રહેઠાણની સુવિધા આપવામાં આવશે. તેઓ ૩૦૦ ચોરસ ફૂટના મકાનો મેળવવાના હકદાર હશે. અયોગ્ય ધારાવીકર માટે તમામ નવી ટાઉનશીપ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) ની અંદર બનાવવામાં આવશે.
સરકારનો ડોર- ટુ- ડોર સર્વે
સરકારનો ડોર-ટુ-ડોર સર્વે, જેણે તાજેતરમાં ૫૦,૦૦૦ ટેનામેન્ટનો આંકડો પાર કર્યો છે, તે પાત્ર લાભાર્થીઓને ઓળખવા અને બધા ધારાવીકર માટે આયોજિત પુનર્વસન સુનિશ્ચિત કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રોજેક્ટના આંકડા હવે દેખાઈ રહ્યા છે જેએક આશા જન્માવે છે,” તેમ નામ ન આપવાની શરતે ધારાવીના એક રહેવાસીએ જણાવ્યું હતુ. “ગેરકાયદેસર બાંધકામોએ અહીં જીવનને અસહ્ય બનાવી દીધું છે, પરંતુ આ રીતે યોગ્ય પુનર્વિકાસ વ્યવસ્થા લવાશે જે આપણી રહેવાની સ્થિતિમાં સુધારો કરશે,” તેમ તેમણે ઉમેર્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
