વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં કેપ્ટન રોહિતની અગ્નિપરીક્ષા થશે.  તેનું કારણ એ છે કે ટીમમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ નથી.

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે.

શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ચોથા દિવસે જ ભારતીય ટીમને 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા માંગે છે.

ભારતીય ટીમ આ 4 દિગ્ગજ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં કેપ્ટન રોહિતની અગ્નિપરીક્ષા થશે.  તેનું કારણ એ છે કે ટીમમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ નથી. આવી સ્થિતિમાં તે ચાર દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં રોહિતે મેચ જીતીને શ્રેણી બરોબરી કરવી પડશે. કેપ્ટન માટે પણ આ ખરો પડકાર બની રહેશે.

આ ઉપરાંત રોહિતે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને લઈને પણ મોટો નિર્ણય લેવો પડશે જે સતત ફ્લોપ થઈ રહ્યા છે. તેમજ સરફરાઝ ખાન અને રજત પાટીદારને તક આપવા અંગે વિચારણા કરવી પડશે. જો બંનેને તક મળશે તો આ તેમની ડેબ્યૂ મેચ હશે.

આ મેદાન પર રોહિતનો શાનદાર રેકોર્ડ

બીજી તરફ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં રોહિતનો રેકોર્ડ પણ શાનદાર છે. રોહિતે આ સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 4 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે. રોહિતે આ મેદાન પર છેલ્લી વનડે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જેમાં તેણે 13 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી

ભારતીય ટીમ ઘરઆંગણે ભાગ્યે જ સંઘર્ષ કરતી જોવા મળે છે, પરંતુ આ પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં જોવા મળ્યું હતું. ત્રણ વર્ષ પહેલા પણ ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટમાં આ જ વિરોધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ડાબોડી સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે નવી યોજનાઓ બનાવવી પડશે.

જાડેજાની જગ્યાએ કુલદીપને તક મળી શકે છે

જાડેજાની ગેરહાજરીમાં કુલદીપ યાદવ રમે તેવી અપેક્ષા છે. હવે જોવાનું એ રહે છે કે ભારતીય ટીમ જસપ્રીત બુમરાહના રૂપમાં માત્ર એક ફાસ્ટ બોલર સાથે જાય છે કે પછી વધારાના સ્પિનર ​​તરીકે વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવે છે. જોકે, ઉત્તર પ્રદેશના યુવા લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતના વર્લ્ડ ક્લાસ સ્પિનરો ઈંગ્લેન્ડ સામે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ભારતીય બેટ્સમેનોએ પણ ટર્નિંગ ટ્રેક પર નિરાશ કર્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર ​​ટોમ હાર્ટલીએ તેની પ્રથમ ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતની સંભવિત પ્લેઇંગ-11

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર/સરફરાઝ ખાન, શ્રેયસ અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ/વોશિંગ્ટન સુંદર

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us