
વરલીમાં કોસ્ટલ રોડ પર કારમાં આવ્યા બાદ નીચે ઝંપલાવીને ૩૦ વર્ષીય દર્શિત શેઠે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેનો મૃતદેહ બહાર કાઢયો હતો. દર્શિતના હજુ ચાર માસ પહેલાં જ લગ્ન થયાં હતાં. જો કે તપાસ દરમિયાન સ્યુસાઇડનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આત્મહત્યા પહેલા યુવકે ઘરે ફોન કરીને ઓફિસમાંથી આ વવામાં મોડુ થશે એમ જણાવ્યું હતું.
આ ઘટના બોસ્ટ્રિંગ આર્ચ બ્રિજ પર બની હતી. જે કોસ્ટલ રોડને બાંદરા- વરલી સી લિંક સાથે જોડે છે. મલાડમાં રહેતો દર્શિત રાજુભાઇ શેઠ (ઉં.વ.૩૦) ગ્રેજ્યુએટ હતો. તે બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
વરલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્ર કાટકરે જણાવ્યું હતું કે મૃતક દર્શિતના ગત વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન થયા હતા તેના પરિવારમાં માતા, પત્ની, બહેનનો સમાવેશ છે. બહેનના પણ લગ્ન થઇ ગયા હતા. આ યુવકે મંગળવારે ઘરે ફોન કરીને ઓફિસમાંથી આ વવામાં મોડુ થશે એમ કહ્યું હતું પછી તે કારમાં બ્રિજ પર આવ્યો હતો.

અન્ય પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઓફિસ બાદ શેઠ પોતાની કાર બાંદરા- વરલી સી લિંક તરફ લઇ ગયો અને આર્ચ બ્રિજ પર પાર્ક કરી હતી. એક ટ્રાફિક વોર્ડને તેની પાર્કિંગ લાઇટ ચાલુ રહેલી કાર જોઇ અને તેની તરફ ચાલવા લાગ્યો હતો. પરંતુ તે કાર સુધી પહોંચે તે પહેલા જ શેઠ દરિયામાં કૂદી પડયો હતો.
વોર્ડને પુલ નજીક તૈનાત પોલીસ કર્મચારીઓને બનાવની માહિતી આપી હતી. કોસ્ટગાર્ડ અને નેવીની મદદથી બચાવ કામગારી શરૃ કરવામાં આવી હતી. છેવટે સવારે સી લિંક પાસે પથ્થર પરથી શેઠનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો હતો.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રવિન્દ્ર કાટકરે વધુમાં જણાવ્યું હતું કે મૃતકની કાર કે ઘરેથી સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસે તેના પરિવાર, સંબંધી, મિત્રોની પૂછપરછ કરી હતી, પરંતુ હજી સુધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ મૃતકના મોબાઇલ ફોનનો રેકોર્ડ પણ તપાસી રહી છે. આમ આ કેસની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
