September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

IND vs ENG 5th Test: હેલિકોપ્ટરથી ધર્મશાલા ટેસ્ટ માટે પહોંચ્યો રોહિત શર્મા, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

IND vs ENG 5th Test: રોહિત જામનગરથી મુંબઈ આવ્યો હતો અને ત્યાંથી ધર્મશાલા જવા રવાના થયો હતો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા મંગળવારે હેલિકોપ્ટર મારફતે ધર્મશાલા પહોંચ્યો હતો. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઇગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા પાંચમી ટેસ્ટ જીતીને સીરિઝ 4-1થી જીતવા ઈચ્છશે. આ સાથે જ ઇંગ્લિશ ટીમ છેલ્લી ટેસ્ટ જીતવા માટે તમામ પ્રયાસ કરશે.

ભારત ટેસ્ટ શ્રેણીની શરૂઆતની મેચ હારી ગયું હતું, પરંતુ વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચીમાં સતત જીત સાથે શ્રેણી જીતવા માટે શાનદાર વાપસી કરી હતી.  નોંધનીય છે કે રોહિત શર્મા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા જામનગર ગયો હતો. રોહિત જામનગરથી મુંબઈ આવ્યો હતો અને ત્યાંથી ધર્મશાલા જવા રવાના થયો હતો.

ત્યારબાદ રોહિત શર્માએ બિલાસપુરમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્યાં તેના ચાહકો સાથે ક્રિકેટ પણ રમ્યો હતો. જ્યાં HPCAના અધિકારીઓ અને કાર્યક્રમના આયોજકો દ્વારા રોહિત શર્માનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોહિત શર્માને સુરક્ષા અધિકારીઓ સાથે હેલિકોપ્ટરમાંથી કારમાં લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધર્મશાલા ટેસ્ટ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, આર.અશ્વિન , રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ , કુલદીપ યાદવ , મોહમ્મદ સિરાજ , મુકેશ કુમાર અને આકાશ દીપ.     

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

           

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us