September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

વાશી એપીએમસી માર્કેટમાં લસણની આવક વધતા ભાવમાં થયો અડધો અડધ ઘટાડો… ગૃહિણીઓને મળી રાહત…

વાશી એપીએમસી જથ્થાબંધ માર્કેટમાં ફેબુ્રઆરીમાં લસણની કિંમત ૩૫૦ થી ૩૭૫ રુપિયા કિલોએ પહોંચી ગઈ હતી. પરંતુ અત્યારે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી આવક થવાને કારણે આજ લસણની કિંમત અડધોઅડધ ઘટી ગઈ છે. વ્યાપારીઓના કહ્યા મુજબ નજીકના ભવિષ્યમાં ફરી ભાવ વધવાની શક્યતા છે. પરંતુ અત્યારે અન્ય શાકભાજીના ભાવના વધારા વચ્ચે આ ઘટાડાથી ગૃહિણીઓને રાહત મળી છે.  

આ અઠવાડિયે વાશી એપીએમસી માર્કેટમાં દેશી લસણના ભાવ પ્રતિ કિલો આશરે ૮૦ થી ૧૦૦ રુપિયા તો મોટી કળીવાળા ઊટી લસણની કિંમત પ્રતિ કિલો ૧૦૦ થી ૧૫૦ રુપિયા જેટલી છે. 

ગુર્જરભૂમિ સાથે વાત કરતા માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે જૂનો માલ ખતમ થઈ ગયો હતો અને નવો માલ લીલો તથા ઓછી ગુણવત્તાનો હોવાથી જૂના માલની માગણી વધી હતી અને સામે સ્ટોક ઓછો હોવાથી છેલ્લાં બે મહિનાથી લસણના ભાવ ઊંચા રહ્યાં હતાં. 

હવે માર્કેટમાં દરરોજ લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦  બાચકાં લસણ લગભગ દસેક જેટલી ગાડીમાં ભરાઈને આવી રહ્યાં છે. જે પહેલાં રોજની આવતી ૧૫૦૦ ગુણીથી બમણી માત્રામાં છે. આથી દરરોજની આવક પ્રમાણે ભાવમાં કિલો દીઠ ૩૦ થી ૪૦ રુપિયાનો તફાવત જોવા મળી શકે. 

જથ્થાબંધ માર્કેટમાં ભાવ ઘટાડાની થયેલી અસર રીટેલ માર્કેટમાં પણ જોવા મળી હતી. જ્યાં છેલ્લાં બે મહિના દરમ્યાન લસણના ભાવ પ્રતિકિલોએ ૫૦૦ થી ૬૦૦ રુપિયાએ પહોંચ્યા હતાં ત્યાં હવે ૨૫૦ થી ૩૦૦ રુપિયા કિલોએ લસણ વેંચાઈ રહ્યાં છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us