ચેમ્બુરમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યાના કેસમાં બે મહિને હત્યાનો ખુલાસો થયો હતો. દારૂના નશામાં ગાળાગાળી કરનારા યુવકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવા પ્રકરણે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.
ટિળક નગર પોલીસે બુધવારે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ ગૌતમ જનાર્દન બોરાડે ઉર્ફે ટકલ્યા (૨૮) અને અફઝલ સલીમ શેખ (૨૦) તરીકે થઈ હતી. ચેમ્બુરમાં રહેતા બન્ને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ૧૯ એપ્રિલની મધરાતે ચેમ્બુરમાં રોડ નંબર-૬ ખાતે બની હતી. પોલીસને ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં અંદાજે ૩૦ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. તે સમયે પોલીસે આત્મહત્યાની નોંધ કરી હતી. જોકે મૃતદેહ પર ઇજાનાં નિશાન હોવાથી પોલીસને હત્યાની શંકા હતી.પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં તપાસ કરતાં અમુક લોકોએ ઘટનાની રાતે બે જણને મૃતકની મારપીટ કરતાં જોયા હતા. રાહદારીઓએ બન્નેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણેય જણ દારૂના નશામાં હતા એટલે કોઈએ મારપીટને ગંભીરતાથી લીધી નહોતી.

મળેલી માહિતી અને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે બન્ને શકમંદને ઓળખી કાઢ્યા હતા. તાબામાં લેવાયેલા ટકલ્યા અને શેખની પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. ઘટનાની રાતે દારૂના નશામાં મૃતક ગાળો ભાંડવા લાગ્યો હતો, જેને પગલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં બન્ને આરોપીએ મારપીટ કરતાં યુવાનનું મૃત્યું થયું હતું. બાદમાં ઘટનાને આત્મહત્યામાં ખપાવવા કપડાની મદદથી મૃતદેહને ઝાડ પર લટકાવી દેવાયો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us