પશુ કાર્યકરોએ મુલુંડ પૂર્વના નવઘર વિસ્તારમાં તેમના માલિક દ્વારા કથિત રીતે અમાનવીય સ્થિતિમાં રાખવામાં આવેલા 12 કૂતરાઓને બચાવ્યા હતા. જીવદયા પ્રેમીઓના જણાવ્યા પ્રમાણે શ્વાનને ખોરાક, પાણી, પ્રકાશ અને વેન્ટિલેશન જેવી મૂળભૂત જરૂરિયાતો પણ નહોતી આપવામાં આવતી અને તેઓને દયનીય સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા. ઉપરાંત જ્યાં કૂતરાઓને રાખવામાં આવ્યા હતા ત્યાં ગરમી અને વરસાદથી આશ્રય આપવા માટે યોગ્ય છત પણ ન હતી.

પશુ કલ્યાણ અધિકારી (બોમ્બે હાઈકોર્ટ અને મહારાષ્ટ્ર સરકાર) અને સિટીઝન્સ ફોર એનિમલ પ્રોટેક્શન ફાઉન્ડેશન (CAPF)ના સ્થાપક સુશાંક તોમરે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તેમને શ્વાનને દયનીય સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાનો ફોન આવ્યો હતો. તપાસ દરમ્યાન માલૂમ પડ્યું કે માલિકે તેમને વેચાણ માટે રાખ્યા હતા જે ગેરકાયદેસર છે. તેથી અમે દરમિયાનગીરી કરી તેમને બચાવી લીધા હતા.

તેણે દાવો કર્યો હતો કે તેણે સુરક્ષા એજન્સીઓ, હાઉસિંગ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સને કૂતરા પૂરા પાડ્યા હતા. વિગતોની ચકાસણી કર્યા પછી અમે શુક્રવારે પોલીસ સાથે સ્થળ પર દરોડા પાડ્યા હતા, તોમરે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us