વાહનચાલકોને ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરી ઊભા રહેવા માટે ૧૫૦૦ રૂપિયાનો ફાઈન પણ મારવામાં આવી રહ્યો છે.
મુલુંડના વાહનચાલકોને સિગ્નલ પર ગાયબ થઈ ગયેલા ઝીબ્રા ક્રોસીંગની આગળ ઉભા રહેવા બદ્લ ફાઈન મારવામાં આવી રહ્યા છે. મુલુંડ (વે)માં સિગ્નલો નજીક ઝીબ્રા ક્રોસિંગ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ સિગ્નલ પર લાગેલા સીસીટીવી દ્વારા વાહનચાલકોને ઝીબ્રા ક્રોસિંગ ક્રોસ કરી ઊભા રહેવા માટે ૧૫૦૦ રૂપિયાનો ફાઈન પણ મારવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દોરવાને બદલે વાહનચાલકોને ફાઈન મારી ટ્રાફિક-વિભાગ પાસેથી પાડાને વાંકે પખાલીને ડામ આપતા હોય એવા સૂરો જોવા મળી રહ્યા છે. જોકે આ સંબંધી ટ્રાફિક-વિભાગનું કહેવું છે કે અમે બીએમસીને ૨૩ જગ્યા પર ઝીબ્રા ક્રોસિંગ બનાવવા માટે વિનંતીપત્ર આપ્યા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw