મુલુંડમાં ૧૪ વર્ષની એક સગીર છોકરી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હોવાની ઘટના નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગત મુજબ મુલુંડ (ઈ)માં મ્હાડા કોલોની આનંદનગર પતરા ચાલમાં રહેતી ૧૪ વર્ષીય સગીરા ૧ જૂનના સાંજે ૬ વાગ્યાની આસપાસ તેની સહેલીના ઘરે જવાનું કહીને નીકળી હતી પરંતુ મોડી રાત સુધી તે પરત ફરી નહોતી. સગીરાના માતા ઘરકામ અને તેના પિતા ઓટો રિક્ષા ચલાવે છે.

ઘટનાને દિવસે રાત્રે ૮ વાગ્યે તેઓ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પુત્રી સહેલીના ઘરે ગઈ હોવાનું તેમના નાના પુત્રએ જણાવ્યું હતું પરંતુ મોડી રાત સુધી પુત્રી ઘરે ન આવતાં તેના માતા-પિતાએ તેની સહેલીઓ તથા સગાસંબંધીઓને ઘરે તપાસ કરી પરંતુ ક્યાંય સગીરાની ભાળ ન મળતાં તેમણે પુત્રીનું કોઈ અજાણ્યા માણસે અપહરણ કર્યું હોવાની શંકા જતાવીને નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
