ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડ જેવા વિસ્તારોની ઇમારતો આ યાદીમાં સામેલ
BMCએ શહેરની જોખમી અને અતિજર્જરિત ઇમારતોની નવી યાદી જાહેર કરી છે. 30 એપ્રિલ 2026 સુધીની આ યાદી મુજબ મુંબઈમાં કુલ 141 ઇમારતોને ‘સી-1’ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. ‘સી-1’ કેટેગરીનો અર્થ એ છે કે, ઇમારતો અત્યંત જોખમી હાલતમાં છે
અને કોઈપણ સમયે ધરાશાયી થવાની શક્યતા હોવાથી તેને ખાલી કરાવવી અથવા તાત્કાલિક તોડી પાડવાની જરૂરિયાત છે. બીએમસી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દક્ષિણ મુંબઈથી લઈને પશ્ચિમ ઉપનગરો અને પૂર્વ ઉપનગરો સુધીની અનેક જૂની રહેણાંક, કોમર્શિયલ અને સોસાયટી ઇમારતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફોર્ટ, કોલાબા, ભાયખલા, દાદર, માહિમ, સાંતાક્રુઝ, બાંદરા, અંધેરી, ઘાટકોપર, મલાડ, ગોરેગાંવ, બોરીવલી, કાંદિવલી, ભાંડુપ અને મુલુંડ જેવા વિસ્તારોની ઇમારતો આ યાદીમાં સામેલ છે. કાંદિવલી વેસ્ટની એક મોટી ઈમારત કે જે ઈમારતનો કેટલોક ભાગ તૂટી ગયો છે અને એક વિંગ ખાલી પણ કરાવવામાં આવી છે અને સ્થાનિક બીએમસી વોર્ડ કચેરી તરફથી સી-કેટગરીની બેથી ત્રણ નોટિસ તંત્ર દ્વારા સોસાયટીને આપવામાં આવી છે. પરંતુ નવાઈની વાત એ છે, કે એપ્રિલ મહિનાની બીએમસીની યાદીમાં આ ઈમારતને બાકાત રાખવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
