
ભાજપના વિધાનસભ્યો દ્વારા વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે શુક્રવારે સ્વીકાર્યું હતું કે, મુંબઈના મુલુંડ ટોલ પ્લાઝા પર ગેરકાયદે રીતે હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, મુંબઈમાં ૧૩ મે, ૨૦૨૪ના રોજ ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડવાની હોનારત નોંધાઈ હતી, જેમાં ૧૭ લોકો માર્યા ગયા હતા અને ૭૫ લોકો ઘાયલ થયા હતા. સામંતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને શહેરમાં હોર્ડિંગનું ઓડિટ કરવાનો નિર્દેશ આપશે અને આગામી સત્ર દરમિયાન આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

ભાજપના વિધાનસભ્ય અમિત સાટમે જણાવ્યું હતું કે મુલુંડ ટોલ પ્લાઝા પર હોર્ડિંગ લગાવવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરને ૬૮ ગણો દંડ ફટકારવામાં આવ્યો છે. શિવસેનાના વડા અને નગર વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદે વતી બોલતા સામંતે જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. સામંતે કહ્યું હતું કે ટોલ પ્લાઝા પર હોર્ડિંગ લગાવવાની મંજૂરી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) દ્વારા ૨૦૦૫માં આપવામાં આવી હતી, પરંતુ બીએમસીની મંજૂરી જરૂરી હતી, જે કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી ન હોય તેવું લાગે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
