ભારતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ખાસ અપીલ કરી છે. H1N1 ને લઈને સ્થિતિ એવી છે કે સરકારે લોકોને અપીલ કરવી પડી છે કે સ્વાઈન ફ્લૂના શરુઆતી લક્ષણોને ઈગ્નોર કરવાની ભુલ ન કરો.
ભારતમાં સ્વાઈન ફ્લૂના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં 24 કલાકની અંદર 100 થી વધુ કેસ નોંધાયા પછી હેલ્થ મિનિસ્ટ્રી પણ ચિંતામાં છે. સ્થિતિ એવી છે કે ભારતીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ લોકોને સ્વાઈન ફ્લૂના શરૂઆતી લક્ષણોને ઇગ્નોર ન કરવાની અપીલ કરવી પડી છે. સ્વાઈન ફ્લૂના શરૂઆતી લક્ષણો સામાન્ય લાગે છે જેના કારણે મોટાભાગના લોકો શરૂઆતમાં ડોક્ટર પાસે જતા નથી. આ બેદરકારીને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વાઈન ફ્લૂના શરૂઆતી લક્ષણો કયા છે તે જણાવ્યું છે અને સાથે જ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણો જણાય તો તેને ઇગ્નોર ન કરે અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ઓફિસિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે સ્વાઈન ફ્લૂના કેવા લક્ષણોને ઇગ્નોર કરવા નહીં. મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે જો આ પ્રકારના લક્ષણો થોડા દિવસ સુધી જોવા મળે તો તુરંત જ નજીકના હેલ્થ કેર સેન્ટરમાં જઈને ડોક્ટરની સલાહ લેવી. સ્વાસ્થ્ય મંત્રાલય આ પોસ્ટમાં સ્વાઈન ફ્લૂના શરૂઆતી લક્ષણોને દર્શાવ્યા છે.
સ્વાઈન ફ્લૂના લક્ષણો
શરીરમાં નબળાઈ
ભૂખ ન લાગવી
શરદી, ઉધરસ, ગળામાં તકલીફ
ઉલટી-ઉબકા
સાંધા અને સ્નાયૂમાં દુખાવો
નાકમાંથી પાણી નીકળવું
તાવ
માથામાં દુખાવો
ઝાડા
સ્વાઈન ફ્લૂ શા માટે ખતરનાક ?
સ્વાઈન ફ્લૂને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય એટલા માટે ચિંતામાં છે કે આ રોગ ખૂબ જ ચેપી છે. સ્વાઈન ફ્લુ ખતરનાક સાબિત થઈ શકે છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફેકટેડ વ્યક્તિના મોઢામાંથી નીકળતા થૂંકથી ફેલાય છે. ઉધરસ ખાતી વખતે કે છીંક આવે ત્યારે મોઢામાંથી જે પ્રવાહી નીકળે છે તેના દ્વારા પણ આજે બીજા વ્યક્તિ સુધી પહોંચી શકે છે.

સ્વાઈન રૂથી બચવા શું કરવું ?
સ્વાઈન ફ્લૂનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી સ્વાઈન ફ્લૂના ચેપથી બચી શકાય છે.
-ભીડભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું.
-ભીડ હોય તેવી જગ્યાએ જવાનું થાય તો માસ્ક નો ઉપયોગ કરવો
-નિયમિત રીતે હાથ ધોવા.
-ઉધરસ ખાતી વખતે કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકી રાખવું.
-બીમારીના લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
