મુલુન્ડ (ઈસ્ટ) વિસ્તારમાંથી કૌટુંબિક હિંસા અને શારીરિક-માનસિક ત્રાસનો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક હોસ્પિટલમાં ટેક્નોલોજીસ્ટ તરીકે સેવા આપતાં મંજુ પવાર (નામ બદલ્યું છે) નામની મહિલાએ તેમના પતિ પ્રિતેશ પવાર (નામ બદલ્યું છે) સામે પત્ની અને બે પુત્રીઓ પર સતત શારીરિક-માનસિક અત્યાચાર ગુજારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ નવઘર પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે.
નોકરી છૂટ્યા બાદ પતિનો આતંક શરૂ થયો પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, મંજુ અને પ્રિતેશના લગ્ન બાદ શરૂઆતના વર્ષોમાં સંસાર શાંતિથી ચાલી રહ્યો હતો. પરંતુ લગ્નના આશરે ૧૫ વર્ષ પછી પ્રિતેશને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. નોકરી છૂટી ગયા બાદ તેના વર્તનમાં મોટો બદલાવ આવ્યો હતો અને તેણે નજીવી બાબતોમાં પત્ની મંજુ સાથે ગાળાગાળી કરવા ઉપરાંત મારપીટ કરવાનું શરૂ કર્યું હતું.

ઘરની દિવાલો પર અપમાનજનક લખાણો અને કૌટુંબિક હિંસા આરોપી પ્રિતેશનો અત્યાચાર માત્ર પત્ની સુધી સીમિત ન રહેતા તેની બે પુત્રીઓ પર પણ વધવા લાગ્યો હતો. ભૂતકાળમાં પણ તેણે પત્ની અને દીકરીઓ સાથે અનેકવાર કૌટુંબિક હિંસા કરી હતી. તાજેતરમાં જ તેણે ઘરની દિવાલો પર પોતાની જ પત્ની વિરુદ્ધ અત્યંત અપમાનજનક શબ્દો અને લખાણો લખી નાખ્યા હતા. આ ઉપરાંત, તેણે પોતાની નાની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસ સ્ટેશને જતાં ૨૦ વર્ષની દીકરીને પણ માર માર્યો સતત વધતા ત્રાસથી કંટાળીને જ્યારે મંજુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ઘરની બહાર નીકળ્યા, ત્યારે ઉશ્કેરાયેલા પ્રિતેશે તેની ૨૦ વર્ષની મોટી પુત્રી સાથે પણ ગંદી ગાળાગાળી કરીને મારપીટ કરી હતી.
૨૦૧૫થી ચાલી રહેલા ત્રાસની હદ વટાવી પીડિત મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૧૫થી તેનો પતિ સતત વિવિધ રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. ક્યારેક હથોડી વડે માથું ફોડી નાખવાની ધમકી આપવી, તો ક્યારેક પત્નીની કારની નકલી ચાવીઓ બનાવીને તેનો દુરુપયોગ કરવા જેવા કૃત્યો કરીને તેણે ત્રાસની તમામ સીમાઓ વટાવી દીધી હતી. અંતે પતિની અમાનુષી હરકતોથી કંટાળીને મંજુએ નવઘર પોલીસ મથકનો સંપર્ક સાધી ન્યાયની ગુહાર લગાવી છે. નવઘર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
