મુલુન્ડ (વેસ્ટ) સ્થિત એસ.એન. રોડ, તાંબેનગર વિસ્તારમાં રહેતા અને એક જાણીતી દુબઈ આધારિત કંપનીમાં શિપિંગ મેનેજર તરીકે ફરજ બજાવતા નિરવ નામના યુવક સાથે ₹૯.૦૬ લાખ (૩૪,૮૫૪ દિરહામ)ની સાયબર છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં મુલુન્ડથી ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહેલા નિરવે આ અંગે દુબઈ પોલીસ એપ સહિત મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે.
ગુગલ મીટ કોલ અને નકલી આઈડીથી વિશ્વાસ કેળવ્યો
ઘટનાની વિગત મુજબ, ૧૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ નિરવ પર એક ભારતીય નંબર પરથી અજાણી મહિલાનો ગુગલ મીટ (Google Meet) પર કોલ આવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે જો નિરવે ફરી દુબઈ પરત ફરવું હોય, તો ત્યાંના સ્થાનિક નિયમો અને કાયદા અનુસાર તેમનું કેવાયસી (KYC) અપડેટ કરવું અત્યંત જરૂરી છે. નિરવને શંકા ન જાય તે માટે મહિલાએ વોટ્સએપ પર પોતાના ફોટો આઈડી અને સત્તાવાર લાગતા દસ્તાવેજો પણ મોકલ્યા હતા. આ આધારો જોઈને નિરવ તેના ઝાંસામાં આવી ગયા હતા.

લિંક મોકલી બેંક વિગતો મેળવી લીધી
ત્યારબાદ મહિલાએ એક ઓનલાઈન લિંક મોકલી હતી, જેમાં નિરવે પોતાના દુબઈના બેંક અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની ગોપનીય વિગતો ભરી દીધી હતી. વિગતો સબમિટ થયા બાદ મહિલાએ પ્રોસેસિંગ ફી પેટે અમુક રકમ ટ્રાન્સફર કરવા કહ્યું અને ખાતરી આપી કે આ રકમ થોડી જ ક્ષણોમાં તેમના ખાતામાં પરત રિફંડ થઈ જશે.
ખાતામાંથી લાખો રૂપિયા ડેબિટ થતાં કાર્ડ બ્લોક કરાવ્યું
મહિલાના કહેવા પર નિરવે પૈસા ટ્રાન્સફર કર્યા, પરંતુ થોડી જ વારમાં તેમના નેટબેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તબક્કાવાર કુલ ૩૪,૮૫૪ દિરહામ (ભારતીય ચલણ મુજબ આશરે ₹૯.૦૬ લાખ) ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. આટલું થયા પછી પણ ઠગ મહિલાએ વધુ રકમ મોકલવા દબાણ કરતાં નિરવને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક દુબઈની બેંક સાથે સંપર્ક કરીને પોતાના તમામ કાર્ડ્સ અને નેટબેન્કિંગ બ્લોક કરાવ્યા હતા.
પોલીસ તપાસ ચાલુ
નિરવે આ અંગે દુબઈ પોલીસની સત્તાવાર એપ્લિકેશન પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી. સાથોસાથ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાવ્યો છે. મુલુન્ડ પોલીસે આ સાયબર ક્રાઈમના આધારે અજાણી મહિલા અને તેના સાગરીતો વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/HJymbNlR3aD2Ww4z7v3ktu
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
