
ઉનાળામાં સાકર અને વરિયાળી શરીરને ઠંડક આપે છે. કાળઝાળ ગરમીમાં સવારે સાકર અને વરિયાળીનું પાણી પીવાથી શરીરને તાજગી અને ઠંડક મળે છે. સાથે જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યા દુર થાય છે.
ઉનાળામાં વારંવાર તરસ લાગે છે અને કંઈક ઠંડુ અને તાજગી આપે એવી વસ્તુ પીવાની ઈચ્છા થાય છે. તડકામાં રહ્યા પછી શરીરની એનર્જી ઘટી જાય છે. આ સ્થિતિમાં શરીરને પોષકતત્વોથી ભરપુર વસ્તુ આપવી જરૂરી છે. તેના માટે ઉનાળામાં તમે સાકર અને વરિયાળીનું પાણી પી શકો છો. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે અને એનર્જી પણ વધે છે.
વરિયાળીના દાણા અને સાકરનું પાણી શરીરને તાજગી આપે છે અને પેટ સંબંધિત સમસ્યામાં આરામ આપે છે. વરિયાળી અને સાકરનું પાણી કેવી રીતે બનાવવું અને તેને કયા સમયે પીવું ચાલો તમને જણાવીએ.
વરિયાળી અને સાકરનું પાણી બનાવવાની 2 રીત

1. એક લીટર પાણીમાં 4 ચમચી વરિયાળી રાત્રે પલાળી દો. બીજા દિવસે સવારે પાણીમાં 1 ચમચો મિસરી પાવડર ઉમેરો. આ પાણી સવારે ખાલી પેટ પીવું અને દિવસ દરમિયાન પણ પીતા રહેવું.
2. અડધા લીટર પાણીમાં 3 ચમચી વરિયાળી અને મિસરી ઉમેરી બરાબર ઉકાળો. આ પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી પાણીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને પીવાનું રાખો.
સાકર અને વરિયાળીનું પાણી પીવાના ફાયદા
1. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી પાચનશક્તિ વધે છે. તેનાથી પાચન સુધરે છે અને એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી તકલીફો ઓછી થાય છે.

2. ગરમીના દિવસોમાં સાકર અને વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે અને બોડી ટેમ્પરેચર ઠીક રહે છે.
3. વરિયાળી અને સાકરનું પાણી પીવાથી ઓરલ હેલ્થ સુધરે છે અને મોંમાંથી આવતી વાસની સમસ્યા પણ દુર થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
