દરેક સંતાન ઈચ્છે કે તેના માતાપિતા વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ રહે અને પથારીવશ ન થઈ જાય. આ ઈચ્છા પુરી કરવામાં તમને મદદ કરશે આ 4 વસ્તુઓ. વૃદ્ધ થતા માતાપિતા આ 4 વસ્તુઓ ન ખાતા હોય તો આજથી જ તેમને ખવડાવો. આ વસ્તુઓ વધતી ઉંમરે તેમને જરૂરી શક્તિ આપશે.
જેમ જેમ સંતાનો યુવાન થાય તેમ માતાપિતા વૃદ્ધ થતા જાય છે. વૃદ્ધ થતા માતાપિતા ખાવાપીવાને લઈને બેદરકાર થઈ જતા હોય છે. પરંતુ આ બેદરકારી તેમને પથારીવશ કરી શકે છે. જો તમે તમારા પેરેન્ટસને વધતી ઉંમરે પણ હેલ્ધી જોવા માંગો છો તો આજથી જ ધ્યાન આપો તો તેમના આહારમાં 4 સૌથી જરૂરી વસ્તુઓ હોય. આ 4 વસ્તુઓમાંથી 3 વસ્તુ તો ક્યારેક ક્યારેક ખવાતી પણ હોય છે પરંતુ ચોથા નંબરની વસ્તુ માતાપિતા ખાવાનું ટાળતા હોય છે.
વૃદ્ધ થતા માતાપિતા સ્વસ્થ રહે તે માટે તેમના આહારમાં પોષ્ટિક વસ્તુઓ અને ખાસ કરીને તેમના વૃદ્ધ થતા શરીરને ફાયદો કરે તેવી વસ્તુઓ હોવી જોઈએ. મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે એવી કઈ વસ્તુઓ છે જે વધતી ઉંમરે વ્યક્તિએ લેવી જોઈએ. 50 વર્ષથી વધુની વયે આ 4 વસ્તુઓ શરીરને જરુરી પોષણ પુરું પાડશે. એટલે ધ્યાન આપજો કે તમારા માતાપિતા આ વસ્તુઓ ખાવાનું શરુ કરે.

ઘી
50 વર્ષની ઉંમર પછી દરેકને આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. મર્યાદિત માત્રામાં ઘી રોજ લેવું ફાયદાકારક છે. ખાસ કરીને સવારે ખાલી પેટ ઘઈ લેવાથી ઈન્સ્યુલીન સેન્સીટીવીટી સુધરે છે જેના કારણે ડાયાબિટીસમાં બ્લડ શુગર મેનેજ કરવું સરળ રહે છે.
દાડમ
દાડમ પણ આહારમાં સામેલ કરવા જોઈએ. દાડમ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. આ ફળ ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર આ ફળ વધતી ઉંમરે હેલ્થ સારી રાખવામાં મદદ કરે છે.
કાચા કેળા
હેલ્થ એક્સપર્ટ અનુસાર ડાયટમાં કાચા કેળા સામેલ કરવા ફાયદાકારક છે. ફાઈબરથી ભરપુર કાચા કેળામાં ગુડ બેક્ટેરિયા હોય છે જે ગટ હેલ્થ સુધારે છે. 50 વર્ષની ઉંમર પછી કાચા કેળા પાચન સુધારે છે અને ગટ હેલ્થને લાભ કરે છે.

ડાર્ક ચોકલેટ
માતાપિતા ચોકલેટને બાળકોને ખાવાની વસ્તુ જ સમજે છે. પરંતુ 50 વર્ષની ઉંમર પછી ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ તેવું હેલ્થ એક્સપર્ટ કહે છે. ડાર્ક ચોકલેટના 2 નાના ટુકડા રોજ ખાઈ શકાય છે. ડાર્ક ચોકલેટ વધતી ઉંમરે હાર્ટ હેલ્થને સપોર્ટ કરે છે. ડાર્ક ચોકલેટ બ્લડ પ્રેશર મેનેજ કરવામાં અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
For more details… Contact 9322529232 / 9324483455
