
શરીરની ફિટનેસ માટે નિયમિત એક્સરસાઈઝ કરવી જરૂરી છે. એક્સરસાઈઝમાં ઘણા લોકો વોકિંગ કરે છે તો ઘણા લોકો રનિંગ કરે છે. બંને વ્યાયામના લાભ અલગ અલગ છે. આજે તમને જણાવીએ શરીરને વધારે લાભ કઈ કસરતથી થાય છે?
શરીરની ફિટનેસ જળવાય તે માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. એક્સરસાઇઝમાં વોકિંગ અને રનિંગ બે સૌથી સામાન્ય એક્સરસાઇઝ છે. આ બંને એક્સરસાઇઝને લઈને હંમેશા કન્ફ્યુઝન રહે છે. જેમ કે શરીર માટે રનિંગ વધારે ફાયદાકારક કે વોકિંગ? આ કન્ફ્યુઝન તમને પણ હોય તો ચાલો તમને આ બંને એક્સરસાઇઝના ફાયદા જણાવી દઈએ ફાયદા જાણ્યા પછી તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારા માટે ચાલવું વધારે ફાયદાકારક છે કે પછી દોડવું?
દોડવાના ફાયદા
રનીંગ કરવાથી ઓછા સમયમાં વધારે કેલેરી બળે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. દોડવાથી હૃદયના ધબકારા વધી જાય છે જેના કારણે કાર્ડીઓવેસ્ક્યુલર હેલ્થમાં સુધારો થઈ શકે છે. દોડવાથી પગ અને શરીરના સ્નાયુ પણ મજબૂત થાય છે. દોડવાથી મેન્ટલ સ્ટ્રેસ ઘટે છે અને મૂડ સુધરે છે.

વોકિંગના ફાયદા
નિયમિત વોક કરવાથી સાંધા પર પ્રેશર આવે છે. તેના કારણે સાંધા મજબૂત થાય છે. વોકિંગ કરવાથી તમે એક સમયમાં લાંબા સમય સુધી ચાલી શકો છો. હેલ્થી લાઈફસ્ટાઈલ માટે વોકિંગ ફાયદાકારક છે. ચાલવાથી પણ સ્ટ્રેસ ઘટે છે અને મેન્ટલ હેલ્થ સુધરે છે. રોજ ચાલવાથી વજન મેન્ટેન રહે છે અને શરીરમાં એનર્જી પણ જળવાય છે. વોકિંગમાં રનીંગ જેટલો થાક પણ લાગતો નથી.
વોકિંગ અને રનિંગમાં શું વધારે ફાયદો કરે ?
જો તમે ઓછા સમયમાં વધારે કેલેરી બાળવા માંગો છો અને ફિટનેસને ઝડપથી સુધારવા માંગો છો તો દોડવું સારો વિકલ્પ રહેશે. પરંતુ જો તમે કોઈપણ પ્રકારની ઈજા કે થાક વિના આરામથી ફિટનેસ જાળવવા માંગો છો તો ચાલવાની શરૂઆત કરો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાર્ટ પેશન્ટ, બીપીના રોગી, વડીલો અને અતિશય વધારે વજન હોય તેમણે દોડવાને બદલે ચાલવાની એક્સરસાઇઝ પસંદ કરવી જોઈએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
