
બાફેલા શક્કરીયાનો સ્વાદ મોંમાં પાણી લાવી દે તેવો હોય છે. હાલ જ્યારે ઠંડી ઓછી થઈ રહી છે અને ધીરેધીરે ગરમીનો અનુભવ થાય છે તેવી ઋતુ ચાલે છે ત્યારે તો બાફેલા શક્કરીયા શરીર માટે સુરક્ષા કવચ સાબિત થઈ શકે છે.
શક્કરીયા એવું ફૂડ છે જે જમીનની અંદર ઉગે છે. તેનો સ્વાદ પણ ભાવે એવો હોય છે. શક્કરિયાનો મીઠો સ્વાદ હોય છે અને તેનું ટેક્સચર ક્રિમી હોય છે. શક્કરીયા અલગ અલગ રંગના મળે છે જેમાં નારંગી, ભૂરા અને પર્પલ શક્કરિયાનો સમાવેશ થાય છે. શક્કરિયાની સૌથી ખાસ વાત એ છે કે જ્યારે વાતાવરણમાં ફેરફાર થતો હોય એટલે કે મિશ્ર ઋતુ હોય ત્યારે જો નિયમિત રીતે શક્કરીયા બાફીને ખાવામાં આવે તો તે શરીર માટે લાભકારક સાબિત થાય છે.
શક્કરીયા ખાવાના ફાયદા

પોષક તત્વોનો ભંડાર
શક્કરિયા પોષક તત્વોની ખાણ છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વ હોય છે. શક્કરિયાથી શરીરને વિટામીન એ ભરપૂર માત્રામાં મળે છે. સાથે જ શક્કરિયામાં પોટેશિયમ અને ફાઇબર પણ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. શક્કરિયા ખાવાથી વાળની સુંદરતા વધે છે.
ઈમ્યુનિટી બુસ્ટ થશે
શરીરની હેલ્ધી રાખવું હોય તો જરૂરી છે કે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો ઈમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો નાની મોટી બીમારીઓનો શિકાર થવાથી બચી શકાશે. જો તમે નિયમિત શક્કરિયાને બાફીને ખાવ છો તો ઈમ્યુનિટી બુસ્ટ થાય છે.
પાચન રહેશે સારું
શક્કરિયામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. બાફેલા શક્કરિયા ખાવાથી બાઉલ મુવમેન્ટ રેગ્યુલેટ થાય છે. જે લોકોને ડાયજેશનની સમસ્યા હોય તેમણે બાફેલા શક્કરિયા ખાવા જોઈએ. તેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા રહેતી નથી.

હાર્ટ માટે વરદાન
ભારતમાં હૃદયના રોગીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેમાં હાર્ટને હેલ્ધી રાખવું હોય તો શક્કરિયા જેવા ફૂડ ખાવા જોઈએ. શક્કરિયામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને વધતું અટકાવે છે અને હાર્ટ એટેક નું રિસ્ક ઓછું થાય છે.
વજન મેન્ટેન રહેશે
શક્કરિયા સ્વાદમાં મીઠા હોય છે પરંતુ તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો બાફેલા શક્કરિયા ખાવાનું રાખો તેનાથી પેટ કલાકો સુધી ભરેલું રહેશે અને ધીરે ધીરે વજન ઘટવા લાગશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
